SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી ૧૨૭ નથી. મને હેલ્પ કરી એમણે આ સરસ વાત કરી, મને ગમી. મેં કહ્યું, ‘આ કેવા ધીરજવાળા ! ધન્ય છે માજીને ! અને આ દીકરાનેય ધન્ય છે !” આપણા લોકો માંકણને જવા દે કે ? હાથમાં આવ્યો એટલે મારી નાખે. પછી હું એને કહ્યું કે આ તને મહીં ચોક્કસ ખાતરી થઈ ગઈ. આ એક ઓછો થઈ ગયો એવં ? કઈ ગેરેન્ટીથી તું સમજી ગયો કે આ એક ઓછો થયો ? તો તો રોજ ઓછા જ થતા જાય. ત્યારે કહે, “ના, એવો કાયદો નથી.” મને કહે છે, “શું કરવું જોઈએ ?” ત્યારે મેં કહ્યું, માંકણને મારવાની જરૂર જ નથી.” અને નહીં તોય માર માર કરશે ને, તો માંકણ શેનાથી થાય છે એ જાણતા નથી લોકો. હવે નથી મારતા તેનેય અમુક સિઝન આવે તે ઘડીએ માંકણ જ નથી મળતો. ત્યારે એ ખલાસ થઈ જાય છે, એની મેળે જ. અને માર માર કરે છે છતાં તેને અમુક સિઝન આવે છે ત્યારે નર્યા માંકણ જ થયા કરે છે. નહીં તો પછી ખલાસ કરવા માગો તોય થાય નહીં. એ તમે મારી-ઝૂડીને ખલાસ કરો ત્યારે પાડોશીના ઘેરથી પેસી જાય ! ત્યારે મૂઆ નકામો મેલ ને પૂળો એક બાજુએ. પ્રશ્નકર્તા: પણ દાદા, ઢીમા થઈ જાય છે અને પછી વલૂર વલૂર કર્યા કરો. દાદાશ્રી : હા, પણ ઊંઘમાં શું થાય ? એ એવું કહે છે કે તમે જો અમને હેરાન કરશો તો અમે રાતે ઊંઘમાં કૈડીશું, પણ અમે અમારો હિસાબ લઈને જવાના છીએ. પ્રશ્નકર્તા : અમે તો ક્લિટ (જીવડાંને મારવાની દવા) છાંટીને બરાબર ચોકસાઈ કરીને સૂઈ જઈએ છીએ. દાદાશ્રી : હા.. પણ માંકણ રહિત ઘર થયું ખરું કોઈને ? આ ઉપાય બધા ખોટા, ઊંધા ઉપાય છે. આ જગતમાં જેટલા ઉપાય આ બધા કરે છે એ બધા ઊંધા ઉપાય છે. ઉપાય એનું નામ કહેવાય કે ફરી એ દુઃખ ના રહે આપણને. આ ઊંધા ઉપાયથી એના એ દુઃખ કાયમ રહે છે. આ સમજાય છે ? અને બીજું શું કે તમે જેને મારો છો તે તમને ખબર
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy