SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [૫.૧] સંસ્કારી માતા ૧૧૯ દાદાશ્રી : એમનું (હીરાબાનું)ય ચારિત્ર ઊંચું. આમને, ઝવેરબાને ઊંચી દૃષ્ટિએ (ઊંચી આંખ કરીને કડક નજરે) નથી જોયા હીરાબાએ, (સંપૂર્ણ વિનયમાં જ રહેલા). અને બાના એ સંસ્કાર એમને (હીરાબાને)ય સારા મળ્યા. દિવાળીબાનેય સારા મળ્યા. પણ દિવાળીબા પેલો કડવો વેલો થઈ ગયેલો ને, તે એ કડવાટ ના ગઈ. બાકી ભાભી હતા યોગિણી જેવા, એમાં તો બે મત જ નહીં. આવા ગુણોને લીધે બા પર મોહ તે મને મોહ ફક્ત બા ઉપર જ. હા, એવા તે સુંદર ગુણો એટલે મોહ ઉત્પન્ન થયેલો. પ્રેમાળ, પૈસા-બેસા કંઈ જોઈએ નહીં, તેવા મારા બા હતા. પ્રશ્નકર્તા : મોહ ફક્ત બા ઉપર જ ? દાદાશ્રી : હા. મને તો નાનપણમાં, (નાની ઉંમરમાં) અજ્ઞાન દશામાં બા એકલા જ જોઈએ. તે બહાર ગયેલા હોય તો તે મને તેમનો સાલ્લો (સાડલો) આપી જતા. તેને હાથ અડાડું ને મને ઊંઘ આવે.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy