SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જ્ઞાની પુરુષ (ભાગ-૧) વીંટી વેચી પૈસા વાપરી નાખ્યા પ્રશ્નકર્તા : પછી શું થયું ? દાદાશ્રી : પછી એ વીંટી બે-ત્રણ દહાડા પછી પેટલાદ જઈ અને વટાઈ લાવ્યા અમે. એના ચૌદ રૂપિયા આવ્યા'તા. પોણા તોલાની હશે, મોટી-જાડી વીંટી. પણ દાનત ચોર કેટલી બધી કહેવાય ? પ્રશ્નકર્તા: વીસ રૂપિયા તોલો સોનું હતું ને ત્યારે ? દાદાશ્રી : બાવીસ-ત્રેવીસ રૂપિયા. એ દાનત કેટલી સારી દાનત કહેવાય એ ? પ્રશ્નકર્તા ન કહેવાય. પણ પછી શું કર્યું એ રૂપિયાનું, દાદા ? દાદાશ્રી : એ રૂપિયા વાપર્યા પરચૂરણ ખર્ચમાં, આ છોકરાઓ જોડે રમતમાં વપરાઈ ગયા. એ મોહ મહીં જે જથ્થો ભેગો થયો'તો, તે વાપર્યા. કુસંગ ભઈબંધોનો મળેલો ને ! કુસંગ હોય તો જ આવી બધી રીત આવડે, નહીં તો ન આવડે. જ્ઞાન પહેલાં બધા જેવું જ કળિયુગી જીવન આ તો બધા જાણે કે અત્યારે દાદાને જ્ઞાન થયું એટલે પહેલાંનું જીવન ચોખું ગયેલું હશે, પણ હોય કળિયુગમાં બધું ચોખ્ખું ? ગુસ્સે થતો ને, ત્યારે સામાને આધાશીશી ચઢી જાય એવું બોલું. આધાશીશી ઊતરે નહીં પાછી ત્રણ-ત્રણ, ચચ્ચાર કલાક સુધી. મન તૂટી ના જાય પણ આધાશીશી ચઢી જાય. ત્યારે લોકો કહે છે, આવું કેવું બોલો છો કે ગધેડાનેય આધાશીશી ચડે એવું ? સંસ્કાર જરાક કાચા કહેવાય એ. માતના આધારે આ તા શોભે આ જે વીંટી લીધી એ તો બહુ ખરાબ સંસ્કાર, ના શોભે એ. નાનપણમાં મેં માન જોયેલું એ આધારે આ ના શોભે. બે વર્ષનો હતો ત્યારથી તે ઠેઠ અઢાર વર્ષ સુધી મેં માન જોયેલું, તે આધારે આ શોભે
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy