SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ જ્ઞાની પુરુષ (ભાગ-૧) દાદા વાતો કરતા દેખાય ને ? જોને ત્યારે, નહીં તો દાદા શી રીતે દેખાય? આ જુઓને, દાદા જેવી વાત સંભળાય છે ને ? આજે જ્ઞાની પુરુષના હાથે (ઔરંગાબાદમાં) સિનેમા થિએટરના ઓપનિંગ માટે કાતર મૂકાય, એ પણ મને આશ્ચર્ય થાય છે ! આ સિનેમાના ઓપનિંગ પરથી એવું દર્શનમાં આવે ખરું કે કદાચ આપણું જ્ઞાન અહીંથી (આ માધ્યમથી) પ્રકાશ પામે ! કેમ કે આ સાધન સંસ્કાર પ્રકાશમાન કરવા માટેનું જબરું સાધન છે ! આની પાછળ મોટા કૉઝિઝ હશે ને ? મને પણ અજાયબ લાગે છે! પ્રશ્નકર્તા : છાપાંમાં પણ અત્યારે બધી ખરાબ વાતો જ આવે છે, મન બગડી જાય વાંચીને. દાદાશ્રી : હવે છાપાં એટલા નુકસાનકારક નથી, કારણ કે જ્યારે જગત સારા ભાવમાં આવે ને, ત્યારે એ છાપાંમાં સરસ-સરસ વાતો વાંચવાના. તેથી એના ભાવ બહુ સુંદરેય થાય પાછા. છાપાં વીતરાગ છે. હરિજાતો તિરસ્કાર નહોતો પસંદ પ્રશ્નકર્તા : એ જમાનાની એવી કોઈ વાત ખરી કે જે તમને નહોતી ગમતી ? દાદાશ્રી : અત્યારે તો આ પુણ્યશાળી પાક્યા બધા, તે ડૉલરો દીઠા. કારણ કે દાનત સારી, તિરસ્કાર નહીં લોકોનો. અને અમારી પ્રજા તો કેટલે સુધી બગડેલી ! “એય, હરિજનને કેમ અડ્યો ?” કોઈ છોકરું હરિજનને અડ્યું હોય ભૂલથી, તેમાં એને ટેડકાવે, ‘તું અડ્યો કેમ એને ?” આવી પ્રજા ! આ તો જ્ઞાની છું એટલે શું બોલું ? નહીં તો રાજા હોત ને, તો ગોળીબાર કરાવડાવત. આ આવું કરો છો બધું? જંપીને જીવવાયે નથી દેતા ? કૂતરા-બિલાડા પેસી જાય મહીં ઘરમાં તો ચાલે અને આ હરિજનને શું ? એ બિચારા આખું ગામ વાળવા આવે, એ બધું સાફ કરવા આવે, એ સેવા કરવા આવે ગામની. તેને બદલે આપવા-કરવાનું નક્કી કરેલું હોય થોડુંઘણું એમનું ઘર ચાલે એવું, પણ તે કાયદો શો ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy