SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] એ જમાનામાં કરી મોજમજા ૭૫ હોય. પણ આપણે ત્યાં દેશી આંબાની કેરીઓ થતી ને ? એ કેરીઓ પણ સ્વાદમાં બહુ સરસ લાગે. અસલ સ્વાદને ના ઓળખે આજતા લોકો આ શક્કરટેટીવાળી વેચવા આવી'તી ને, તે મેં આખીય લારી જોઈ પણ એકુંય શક્કરટેટી મને ગમે નહીં. કારણ કે હું જૂના જમાનાનો માણસ, શક્કરટેટીને ઓળખવાવાળો માણસ, કે આ મીઠી, આ ફલાણી આવી, એની છાલ આવી હોય, એની સુગંધ આવી હોય ! મેં કહ્યું, આ શક્કરટેટી કોઈ લે છે ?” ત્યારે એ કહે, “અરે, કાકા, હમણે એક કલાકમાં બધી જ થઈ રહેશે !” ત્યારે મેં કહ્યું, “શાથી ?' તે લોક સમજણ વગરનું થઈ ગયું છે ! એમને ભાન જ નથી કે સાચો માલ કયો છે ! એવી સમજણ જ નથી. મને તો તારી શક્કરટેટી એકુંય ગમતી નથી. આ મેં તને ઊભી રાખી ને, એટલે આ ચાર આના લઈ જા. પણ મારે શક્કરટેટી જોઈતી નથી. ત્યારે એ “ના” કહે છે બિચારી ! એ ખાનદાનને ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે પછી મને ફોડ પડ્યો. લોકોને કેમ મીઠાશ લાગે છે અને મને કેમ આ નથી મીઠાશ લાગતી આ ખોરાકમાં ? આ શાકોબાકોમાં મીઠાશ કેમ નથી લાગતી ? પ્રશ્નકર્તા: તે શું ફોડ પડ્યો? દાદાશ્રી : આ લોકો જે ખાય છે ને, એમણે એ સ્વાદ જોયેલા જ નહીં ને ! જેમ માણસે ભીડ જ જોયેલી હોય, એને તો આ ભીડમાં બહુ એકાંત જેવું લાગે. ગાડીમાં ખૂબ ભીડ હોય તોય મજા જ રહે, એને ભીડ જેવું ના લાગે અને જેણે છૂટ જ જોયેલી હોય તેને ભીડ લાગે. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : આ તો બધું ધૂળધાણી થઈ ગયું છે, પણ ફરી આવશે પાછું. આ ચાલીસ-પચાસ વર્ષથી કડવા વરસાદ વરસે છે ! બોલો, શું
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy