SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [૨.૨] મેટ્રિક ફેલ ૬ ) થઈ રહ્યો છે ! આવું જરા શરમેય ના આવી તને ? પણ કરે શું ? ક્યાં જાય બિચારો? એ તો ખુમારી જોઈએ ને ! શું જોઈએ ? પ્રશ્નકર્તા : ખુમારી જોઈએ. દાદાશ્રી : ખુમારીવાળાને બધી ચીજ મળે એવું છે, અહંકારવાળાને ના મળે. અહંકાર અને ખુમારીમાં ફેર ખરો કે નહીં ? પ્રશ્નકર્તા: ખરો, ફેર તો ખરો. દાદાશ્રી : ખુમારી એટલે વટ્ટવાળો. હાથ ઘાલે તેમાં તરત જ એક્સપર્ટ પ્રશ્નકર્તા : પછી વડોદરા રહેવા ગયા ? દાદાશ્રી : હા, વડોદરા. તે ધંધો તરત આવડી ગયો. પાછું આમ બ્રેઈન સારું. ધંધામાં જ્યાં ઘાલો ત્યાં મને આવડી જાય, મને વાર ના લાગે. જે આપો ને, તેમાં એક્સપર્ટ થવામાં વાર જ નહીં. મહિનાની અંદર એક્સપર્ટ થઈ જઉં. આ હાથ ઘાલે એટલે તરત આવડી જાય મને. અત્યારે પચાસ મોટેલો અહીં ચાલતી હોય, તેનું મેનેજમેન્ટ (સંચાલન) હું એકલો અહીં બેઠો બેઠો ઑર્ગેનાઈઝ (ચલાવી) કરી શકું. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : બીજું મને ના આવડે, પણ ‘હાઉ ટૂ ઑર્ગેનાઈઝ’ તમને થોડું લાગે છે એવો પાવર હશે ? પ્રશ્નકર્તા : ખરો, દાદા. દાદાશ્રી : એટલે પછી છ મહિનામાં તો ઑલ રાઈટ થઈ ગયું. એમાં એક્સપર્ટ થઈ ગયા. આમ બ્રેઈન સારું ને, એટલે ધંધામાં પકડી લે, લગામ પકડી લે. પછી વર્ષ દહાડામાં લગામ જ હાથમાં લઈ લીધી. બે વર્ષમાં તો
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy