SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જ્ઞાની પુરુષ (ભાગ-૧) નહીં કરું, કહ્યું. એટલે હું ચેતીને ચાલવા માંડ્યો કે જો હું સૂબો બનીશ તો સરસૂબો મને ટૈડકાવશે. ઉપરી તો જોઈએ જ નહીં મારે. આમ ઘરના મા-બાપ છે એ ઉપરી ઓછા છે ! એ કાંઈ ઓછું, એમનું તો ચૂકવવું જોઈએ ને ઋણ ? પછી વાઈફ આવી તેય ઉપરી ગણાય ને ? આ પાછા બીજા કંઈ ઉપરી કરું ? મારે ઉપરી ના જોઈએ આવો. એક તો બાપા ટૈડકાવે, મોટાભાઈ ટૈડકાવે અને પાછો નવો ટૈડકાવનારો વધારવો ! હવે ના જોઈએ ટૈડકાવનાર. છે એનો તો નિવેડો લાવી નાખીશું, પણ નવો પાછો કંઈ ઊભો કરું ? ટૈડકાવનારો મને ગમતો ન હતો. ભગવાનથી દબાય એ કોનાથી દબાય ? મારે તો ભગવાન જોઈતો નથી માથે, તો એ સરસૂબોને ક્યાં ચઢાવે ? આ એક ઉપર છે તે પોસાતો નથી મને, તો આ સરસૂબો શી રીતે પોસાય ? હું તો તેર વરસનો હતો, ત્યારે મેં નક્કી કર્યું'તું કે માથે ઉપરી ભગવાન પણ ના જોઈએ. ભગવાન ઉપરી હોય તો પછી જીવવાનો અર્થ જ શું ? હું ભગવાનની નીચે રહેવા માગતો નહોતો, શા માટે પણ ? ભગવાનથી દબાતો નથી, એ કોનાથી દબાય ? એમ કોઈના દબાયેલા ના રહેવાય. એટલે મેં તો નક્કી કર્યું કે મારે તો માથે ભગવાન પણ ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ, પણ આ સંસારમાંય કોઈ ઉપરી ના જોઈએ. પ્રશ્નકર્તા : હા, શાલિભદ્રની જેમ માથે ધણી ના જોઈએ. દાદાશ્રી : ત્યારે જ પોતે આવું કહે ને, સૂબો નહીં થઉં. પચાસ રૂપિયાની પાનની દુકાન કાઢીશ પણ મારો ઉપરી ના જોઈએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સર્વ એવી બડી' મારો ઉપરી કોઈ ન જોઈએ. ને બીજું નક્કી કરેલું કે નોકરી પણ
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy