SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૮) ગદષ્ટિસમુચ્ચય અને આવી આ અમૃત સમાણી શ્રુતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફ્લ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફલનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અતૂટપણે– અખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ ભક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાત્વિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિઅંગરૂપ થઈ પડે છે. આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થે–મને મુક્તિ મળશે એમ મુગ્ધપણે-ભોળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવદ્યરૂપ૫ણને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપ. શુદ્ધ અનુષ્ઠાન તે કદષ્ટિથી વ્યવસ્થિત એવા યાદિ જ છે, અર્થાત્ તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વગેરે યમ આદિ લૌકિક રીતે-શૂલ લેકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન આદિને અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તે શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યક્ તત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્ત્વની બરાબર સમજણવાળું હોય છે, તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે. "तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । પ્રશાંતવૃા સર્વત્ર દઢપૌટુર્નતમ્ ” –શ્રી ગબિંદુ આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છેઃ- (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દષવિરામ થતો નથી, અર્થાત્ મોક્ષલાભને બાધક એ દેષ દૂર થતું નથી. કારણ કે તમસનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દોષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણને જે નાશ કરવામાં આવ્યું હોય તે તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દોષનો સાનુબંધ નાશ થતું નથી કે જેથી બીજા ભાવિ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy