SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૬) યોગદષ્ટિ સમુચમ્ય વિરસ થઈ જતાં અમને–અકારા લાગે છે. કારણ કે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે મુદ્દગલ છે, અને સડવા-વિધ્વંસ પામવાને તેને સ્વભાવ છે. આવા પુદ્ગલરૂ૫ વિષયે ભગવતાં તે પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિકારણ થાય છે, એટલે તેનું વિપાક વિરસપણું છે. કિપાફલઈદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીધ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભેગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિરસ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ “ભેગોને ભુજંગના ભેગ જેવા-સાપની ફણા જેવા કહ્યા છે, તે શીધ્ર પ્રાણ હરે છે, ને તે ભેગવતાં દેને પણ સંસારમાં રખડવું પડે છે.” આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્મોનું વિપાકવિરતપણું છે. " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रति मूढ विनष्टं भुवनत्रयम् । भोगा भुजङ्ग भोगाभाः सद्यः प्राणापहारिणः । सेव्यमामा प्रजायन्ते संसारे त्रिदशैरपि ।।" શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી શાનાર્ણવ, અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્યો સંસારરેલ જ આપે છે, કારણ કે તે કર્મો શાસપૂર્વક નથી, શાસ્ત્રને-આપ્તવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફલ-પરિણામ એકાંત ભવભ્રમણરૂપ સંસાર જ છે. સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે.”—શ્રી આનંદઘનજી. ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५ ।। મુક્તિ અંગ કુલગિને, જ્ઞાનપૂર્વ તે કર્મ; શ્રતશક્તિ સમાવેશથી અનુબંધે શિવ શર્મ. ૧૨૫. અર્થ-જ્ઞાનપૂર્વક એવા તે જ કર્મો કુલગીઓને મુક્તિના અંગરૂપ હોય છે કારણ કે એમાં શ્રુતશક્તિનો સમાવેશને લીધે અનુબંધફલપણું હોય છે. કૃત્તિ –ાનપૂર્વાળિ-જ્ઞાનપૂર્વક, યક્ત જ્ઞાન-નિબંધનવાળા, (ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણુવાળા). તાજે-તે જ કર્મો. શું ? તે કે-મુક્યä-મુક્તિનું અંગ હોય છે, યુસ્ટનનાકલગીએને,જેનું લક્ષણ કહેવામાં આવશે. કુલગીઓનું ગ્રહણુ, અન્યને અસંભવ જણાવવા માટે છે. શા કારણથી ? તે કે-શ્રતશકિતશાત-શ્રુત શક્તિના સમાવેશરૂપ હેતુથી, આ (શ્રુતશક્તિ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કલયોગી પડ્યું હોતું નથી. એટલા માટે જ કહ્યું કેબાબરાજત્વા:-અનુબંધફલપણા થકી-મુક્તિ અંગની સિદ્ધિમાં તાવિક અનુબંધના એવંભૂતપણાને લીધે. (મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્ત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે ).
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy