SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૪) ગદષ્ટિસમુચ્ચય આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનર્થ સંપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર “ગર” અનુષ્ઠાનક છે. (૩) અનાભોગવંતનું–બેખબરનું જે સંમૂચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન * છે, તે અનનુષ્ઠાન છે, કર્યું ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુગ્ધ છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવને શ્રેય હેતુ હોવાથી “તા” અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશને વેગ છે. (૫) આ જિનેક્ત છે એમ જાણ કરવામાં આવતું એવું ભાવસાર જે અત્યંત સંવેગગર્ભ અનુષ્ઠાન છે, તેને મુનિપંગ “અમૃત” અનુષ્ઠાન કહે છે. “વિનોતિનિતિ ચાતુર્માવતનમઃ પુનઃ સંવેળાર્મસાત્તમમૃતં મુનિyવા છે –શ્રી ગિબિંદુ “જિનગુણ અમૃતપાનથી રે...મન અમૃત ક્રિયાને પસાય. રે ભવિ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મન આતમ અમૃત થાય રે ભવિ.”—શ્રી દેવચંદ્રજી આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,–અસત્ છે, હેય છે, ચોથું કંઈક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લું અમૃત અનુષ્ઠાન તે પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં– बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ વૃત્તિઃ-શુદ્ધિપૂર્વાળિ વળિ સજ્જૈવ-સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો, અહી લેકમ, હિનાદેહધારીએાના, પ્રાણીઓના. શું ? તે કે-સંજ્ઞાનાચેવ-સંસરફલદાયક જ છે, કારણ કે તેઓનું શાસ્ત્રપૂર્વકપણું નથી, એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમ જ કહે છે-વારવિસાર -તેઓનું નિયોગથી જ-નિયમથી જ વિપાકવિરસપણું છે તેથી કરીને, વિપાકમા–પરિણામે તેઓને વિરપણું છે તેટલા માટે. x “विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ञयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहर्मनीषिणः। હૂિતિનીધૈવ વસ્ત્રાન્તાનિવારનાT ”—શી ગબિંદુ * "अनाभोगवतश्चतदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ एतद्रागा दिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशियोगतः ।।" –ી ગબિંદુ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy