SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ વિવેચનકારનું મંગલાચરણ યોગદૃષ્ટિ કળશકાવ્ય માલિની જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું, ગણધર-હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતા શ્રુતગંગા રક્ષકો તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મબ્રાંતિ હરતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખ જનની તે વંદું જૈનેન્દ્ર વાણી અનુષ્ટપુ અનંતા સંતમાં એક, વિલસતતી સંતતા; સુધાસિંધુ સમી તેને, મનોગંદન વંદના. | ઉપજાતિ ઊંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ ! હેજાત્મ સ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, | મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. હદે સ્મરી સદ્ગુરુરાજ એવા, શ્રીમદ્ હરિભદ્રસૂરીંદ્ર દેવા; સવૃત્તિ તેની અનુવર્તવાને, ઇચ્છી વિવેચું કંઈ એક સ્થાને. સલ્ફાસ્ત્ર વિવેચનકારિણી આ, ટીકા કરું સુમનનંદની આ, ને યોગદષ્ટિ કળશો કરું છું, યોગામૃત સંભૂત તે ધરું છું. ६अ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy