SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૨) ગદષ્ટિસમુચ્ચય “સેવા સાર રે જિનની મન સાચે, પણ મત માગો ભાઈ ! મહિનતને ફળ માગી લેતાં, દાસભાવ સવિ જાઈ....સેવા. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાશે; દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે...સેવા.”–શ્રી દેવચંદ્રજી. અને આ સર્વજ્ઞ દેવના આવા જે સાચા સેવક ભક્તજને હય, તેઓ સમાનધમી હોવાથી, સર્વેય સાધર્મિક છે. એટલે તેને એક બીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હોવું જોઈએ, પરમ પ્રેમ કુરો જોઈએ, વિશ્વબંધુત્વની (Universal Brotherhood) ભાવના દઢપણે વિકસવી જોઈએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તે પછી એકબીજા પ્રત્યે કઈ પણ પ્રકારના શ્રેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉદ્દભવવાનું સ્થાન પણ કયાં રહે છે? ઉપસંહાર કરતાં કહે છે– न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ મહાત્મા સર્વ તણે, તત્વથી ભેદ જ નથ; નામાદિ ભેદેય આ, ભાવ્ય સુજ્ઞને હોય. ૧૦૯, અર્થ-મહાત્મા સર્વને તત્ત્વથી ભેદ જ નથી,–તેવા પ્રકારે નામ વગેરેને ભેદ છતાં પણ, આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે. વિવેચન “રામ કહે રહેમાન કહે કેઉ, કાન કહે મહાદેવરી.” શ્રી આનંદઘનજી. “ઈશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન !” ઉપરમાં જે સર્વજ્ઞ સંબંધી વિવરણ કર્યું, તેને ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે તત્ત્વથી–પરમાર્થથી જોઈએ તે મહાત્મા સર્વમાં એટલે કે ખરેખરા ભાવ સર્વજ્ઞોમાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ | દિન મે -ભેદ જ નથી, તરવે-તત્વથી, પરમાર્થથી, સર્વજ્ઞાન માત્મનામસર્વર મહાત્માઓને, ભાવ સર્વને એમ અર્થ છે, તથા–તેવા પ્રકારે, નામાંડિજિ-ઈષ્ટઅનિષ્ટ નામ આદિને ભેદ છતાં, મામેતન્મતિમમિઃ - આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે -શ્રત-મેધા-અસંમેહસાર પ્રજ્ઞાવડે કરીને.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy