SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (૭૬૧) પરિશિષ્ટ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામવેગને સાર મોક્ષમાર્ગે ગમન કરતે ખરેખર મુમુક્ષુ નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઈચ્છાયાગ, શાસગ અને સામર્થ્યોગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મોક્ષ પામે છે એને સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ. આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલે પડેલ જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઈચ્છે છે, એટલે તૂટતો દૂતે તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે, તેની પાસેથી તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉદ્દિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઈચ્છાયાગી મોક્ષમાર્ગે આગળ વધતું જાય છે. આ મુસાફરી દરમ્યાન શાયારૂપ ભોમીઓ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતે જાય છે. આમ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાર્ગ પર-ધેરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળને મિક્ષસ્થાન ભણીને રસ્તે ચોકખે ચેક દીવા જેવો દેખાય છે. એટલે શાસરૂપ સેમિઆની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિં હોવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગદર્શનારૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમર્થ યેગી આત્મસામથી યેગમાગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડ્યો જાય છેપ્રાતિજ જ્ઞાનથીપ્રતિભાસંપન્ન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચેક દીવા જે દેખતે તે ક્ષાપથમિક ધર્મોને-ક્ષયોપશમ ભાવેને ફગાવી દઈ, ધર્મસંન્યાસ કરતે કરતે, અપૂર્વ આત્મસામર્થ્યથી પક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેલનગર સાક્ષાત દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યો છે! ત્યાં પછી તે થોડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે ને પોતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના યેગોને નિરોધ કરી–ત્યાગ કરી, યેગસંન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અને તે કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. આઠ યોગદષ્ટિના સામાન્ય કથનને સારા મિત્રા, તારા, બલા, દીપ, સ્થિરા, કાંતા, પ્રભા, પરા–એ ઉત્તરોત્તર વધતી આત્મદશાવાળી આઠ ગદષ્ટિ છે. તેમાં ઉત્તરોત્તર વધતા જતે બેધપ્રકાશ, તૃણઅનિકણુ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy