SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : અયોગ્યને ન દેવાનું કારણુ-મહતની લેસ અવરાથી મહાઅનર્થ કારણ કે આ ગ્રંથનો વિષય મહાન છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. એથી કરીને અયોગ્યને દીધાથી તેઓને તેવો મહાઅનર્થ ન ઉપજે, તેની ખાતર હરિભદ્રે આ કહ્યું છે, -નહિં કે ક્ષુદ્રતારૂપ ભાવ દોષથકી. આ “ગદષ્ટિસમુચ્ચય” મહાન એવા રોગ વિષય સંબંધીને ગ્રંથ છે, એટલે એવા મહાનવિષયપણથી આ મેગશાસ્ત્ર પણ મહાન છે. આવા મહાન યોગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલે ચૂકે પણ થોડી પણ અવજ્ઞા કરવામાં આવે, તો મહત્વના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનર્થરૂપ થઈ પડે, મેટી હાનિરૂપ થઈ દરથી મહા- પડે; કારણ કે મહતું એવા સત પ્રત્યે જે લેશ પણ અવજ્ઞા કરવામાં અનર્થ આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય બતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તે તેનું અનંત સંસાર પરિભ્રમણરૂપ ભયંકર ફળ ભેગવવું પડે. જેમ મહત એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સતુ ફળ મળે; તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસત્ ફળ મળે. જેમ સત્ના આરાધનથી મેક્ષરૂપ મહતું ફળ મળે, તેમ વિરાધનથી મહાસંસારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી દે ને ખીજે તે ઘરબાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તે જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહાઅકલ્યાણ થાય. પુરુષ ને પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીર્થસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવને બેડે પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડૂબી જાય ! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયું છે કે-“તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નવિ કરિયે રે નવિ કરિયે.” (જુઓ પૃ. ૧૧૦, “ચક્રી ધરમ તીરથતણ” ઈ. ) આવા સતશાસ્ત્ર પ્રત્યે જે શેડી પણ અવજ્ઞા મહાઅનર્થકારી થઈ પડે, તો પછી વિશેષ અવજ્ઞાનું તો પૂછવું જ શું? અને અ ને જો આવું સશાસ્ત્ર દેવામાં આવે તે તેઓ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઈ જાય એવો સંભવ છે. નિષ્કારણ કરે અને એમ થાય, તે તેઓને મહા અનર્થ થઈ પડે, અનંત સંસાર ણથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભેગવવું પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહા અનર્થ ન સાંપડે તેની ખાતર, મહાઅનર્થ દૂર રહે તેની ખાતર, અ ને આ દેવા યોગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિ કે ભાવભેષથી, અર્થાત ક્ષુદ્રતાથી-તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાર્યજી કહે છે કેઅમને આ અગ્ય અપાત્ર છ પ્રત્યે કાંઈ દ્વેષ નથી, કે મત્સર નથી, કે કંઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચ્છ વિચારને લીધે અમે તેઓને આ શાસ્ત્રદાનને નિષેધ કર્યો હોય. અમે તે તેવા અજ્ઞાન છે બિચારા અવજ્ઞા કરી આ શાસ્ત્રની
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy