SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૪) યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જજઆજી, તેહના વળી દાસ.”—. ૬. સજઝા. ૪-૧૪. ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂકે, તે પછી ક્યા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઉઠવાને સંભવ છે. તેને અત્રે ઉત્તર આપ્યો છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તે શાસ્ત્રને ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞ છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કલપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી, તેમાં કોઈ પણ જાતને મતભેદ કિવા ભકતને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વને ભજનારા જે સર્વજ્ઞ ભક્તો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજને છે, તે સર્વમાં કઈ પણ પ્રકારના મતભેદને અવકાશ રહેતું નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કેઈ અતિભક્તિ-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તે તે કેવલ તે અતિભકતોને મેહ જ-અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા કલ્પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા* કલ્પવી તે માત્ર મહિને વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તે પછી આરાધક એવા સર્વજ્ઞભક્તોમાં પણ કઈ ભેદ હવે ઘટતો નથી. પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પિતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢીયાતું છે એમ સાબિત કરવા ઇચ્છતે તે તેનું ભિન્નપણું કલ્પવાને સહેજે લલચાય છે, અને પોતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દૃષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલ્પનાનો આગ્રહ કરે છે. આ દષ્ટિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે; અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદક૯૫ના અનિષ્ટપરંપરાનું મૂલ થઈ પડે છે. અભિનંદન જિન દરિશણ તરસિએ, દરિશણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.” –શ્રી આનંદઘનજી. તરત બ્રમે ન શાખામેરા મોત્તષિમુવતીનાં તાકથi તરઃ | શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વા. ર૩-૧૪
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy