SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩૦) યોગદષ્ટિસમુરચય સાપને સ્પર્શે છે,–આમ એક સમભાવરૂઢ, કષાય કલુષતા રહિત એવા ક્ષીણમેહ યેગીના આશ્રયે બીજા પ્રાણીઓ પણ મદ રહિત થઈ પિતાના આજન્મ વૈર છોડી દીએ છે.” " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम् , मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, શ્રિત્યા લાગૈાઢું ઘામિતસુષ યોનિં ક્ષણમોમ ”—શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં–અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ગીશ્વરની સંનિધિમાં આમ જાતિવૈરને પણ ત્યાગ હોય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથા પ્રકારને તે તેને મહાપ્રભાવ વર્તે છે, ઈત્યાદિ પાતંજલ આદિ ગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યું છે, તે સર્વ અત્ર તીર્થકર જેવા પરમયોગીના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થયું પ્રતીત થાય છે, તે પરમ યોગેશ્વરના અચિત્ય મહાપ્રભાવના એક દેશમાં સમાઈ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે, –નહિં કે અન્ય વાહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ. તેવી ચમત્કારાદિ બતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પરને પાડનારી છે, યોગીને અધઃપતિતભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે – સમ્યગદષ્ટિ પુરુષ કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે તેને તે સ્કુરણ વિષે પ્રાયે ઇચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે, અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યકૃત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થત જાય છે, અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ છે છે અગિયારમે ગુણઠાણે સિદ્ધિોગને લેભ સંભવતે જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેવી સંભવે છે. બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યગ્ર પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ (૪૨૦) આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. તેમાં ઈચ્છાયમ તે અહિંસાદિ યોગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માગે સંચરવા રૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માગે નિરતિચાર નિર્વિબ ગમનરૂપ-અત્યંત સ્થિરતા
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy