SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૨૨) “ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરશણુ જગનાથ ! ધીઠાઇ કરી મારગ સંચરૂ, સે'ગૂ કાઇ ન સાથ અભિનંદન જિન દરિશન તરસિયે. ”—શ્રી આન’ઘનજી. પ્રથમ તા કોઈ વટેમાર્ગુ અમુક સ્થળે જવા ઇચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે–ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિઘ્નાને જય કરતા રહી તે પેાતાના ઈષ્ટ સ્થળ પર્યંત ગમનક્રિયા ચાલુ રાખે, તા અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિઘ્ન સભવે છે– વિઘ્ન કટકવિઘ્ન, જ્વરવિઘ્ન, અને દિગ્માહવિઘ્ન. (૧) કૅ'ટકવિઘ્ન એટલે કાંટા લાગવાથી જરા ક્ષણભર વિઘ્ન નડે તે; પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિધ્ન છે. ( ૨ ) ખીજું જ્વવિઘ્ન, રસ્તામાં તાવ આવતાં મુસાફરી માકૅ રાખવી પડે તે, અને તે ઉતરી જતાં મુસાફરી ચાલુ થાય છે. આ ખીજું વિઘ્ન પહેલા કરતાં આકરું હાઈ મધ્યમ છે, વચલા વાંધાનું છે. (૩) ત્રીજું દિગ્માહવિઘ્ન સૌથી આકરૂ હોઇ મેટામાં મોટુઉત્કૃષ્ટ પ્રકારનું વિઘ્ન છે. કારણકે દિશામેાહથી તે મુસાફર પેાતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગેાથાં ખાય છે, અને પુનઃ માગે ચઢ–ઠેકાણે આવે ત્યાંસુધી આા વિઘ્ન નડે છે. તેમ અહિંસાદિ યાગમાગે પ્રવર્ત્તતાં પણ સાધક યાગીને આવા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિઘ્ના નડે છે. તેના જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મથે છે. જેમકે, શીત-તાપ વગેરે કટક વિઘ્ન સમાન છે, જ્વર વગેરે માહ્ય વ્યાધિ તે જ્વર વિઘ્ન સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતર્ વ્યાધિ તે દિગ્મહ વિઘ્ન સમાન છે. આ વિઘ્નામાંથી આ અહિંસાદિનુ પાત્રન-ભંગસરક્ષણ તે કરે છે, અને એમ વિઘ્ન જય કરતા કરતા તે આગળ ધપે છે. “ વિના વિધનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અન્નાણુ રે ? પ્રભુ શીત તાપ સુખ વિઘન છે રે, માહેર અંતર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહુની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ॰ આસન અશન જયાર્દિકે રે, ગુરુગે જય તાસ રે; વિઘન જોર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ॰ યેગ સિમુચ્ચય "" સા. ત્ર ગા સ્ત. ઢાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છેાડનું કાળજીથી પાલન ’– સરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યક્ આચરણરૂપ-સમિતિગુપ્તિરૂપ આલવાલથી ક્યારાથી આ અહિંસાદિરૂપ કામળ છેડનુ યતનાથી ‘ પાલન ’— સંરક્ષણ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy