SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : મુમુક્ષનું અહિંસાદિ આચરણ, ઈરછાયમનું સ્વરૂપ (૭૧૭) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ; ઇચછા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ. ૨૧૫. અર્થ –યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમમાં ઈચ્છા, તે અહીં મચક્રમાં પ્રથમ યમ જ (ઈસ્કાયમ જ) જાણવી. વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણાએ કરીને અવિપરિમિની એવી જે યમ પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું. અહિંસાદિ યમને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈરછાયમ છે. અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે! કેવા ઉપકારી છે! કેવા કલ્યાણકારી છે. આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તે કેવું સારું ! આ અહિંસાદિ પામવાને હું કયારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈચ્છા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઇરછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરછા એ સદ્યેગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગ પ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજ છે. એ અંતરંગ ભાવરૂપ ઇચ્છા વિના કેઈને પણ આ યોગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતો નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હોય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ઓળઘાલુ તેમાં પ્રવેશને દા કરતા હોય, તે પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતું નથી, તે તે હારના હાર જ, ચોગમાર્ગ બાહ્ય જ રહે છે, માટે ખરો માર્ગ પ્રવેશ તે ઇચ્છાયોગ વિના થઈ શકતો જ નથી, રુચિ-ભાવ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; - તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ-ભાવ વિનાના પરમાર્થરૂપ પરમાન રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભેજનનું દૃષ્ટા સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતમાં ઠસતું નથી અથવા પરાણે ગળે ઉતારવું પડે છે-મતાગ્રહથી તાણી તેષીને અંતરમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મેળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગને દેખાડારૂપ તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપચો ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કેળીઓ હોંશે હોંશે એની મેળે ગળે ઉતરે છે–પરણે ઉતારે પડતું નથી, પેટમાં ટકે છે, મેળ આવતી
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy