SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય “ ભવ દવ હે પ્રભુ! ભવ દવ તાપિત જીવ; તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમજ.”—શ્રી દેવચંદ્રજી. "संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरम् । માયાવસાવાળા સી, નમામિ થી રિસારધીમ્ I”–શ્રી હરિભદ્રાચાર્યજી. અથવા (૬) મહાફણિધરના ડંસથી ઝેર ચઢવાથી કે મનુષ્ય મૂતિ -બેભાન થઈને પડ્યો હોય, તેને કઈ ગારુડિક જાંગુલિમંત્રથી ઝેર ઉતારી પુનજીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કેટલી બધી પ્રીતિ ઉપજે? તે પછી મહામહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ-ઝેર ચઢયું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનું ભાન ભૂલી મેહમૂચ્છિત-બેભાન બન્યા હતા. તેને સહજાન્મસ્વરૂપ પ્રકાશનારા અપૂર્વ સમ્યગદર્શન મંત્રપ્રયાગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ ગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આપ્ટે, અને સમ્યકત્વ અમૃત છાંટી નિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપે, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ? મિથ્યા હે પ્રભુ ! મિથ્યા વિષની ખીર, હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમી છે.”—શ્રી દેવચંદ્રજી. આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ ભેગીને પરમ પ્રેમ ઉદ્ઘસે છે, એટલું જ નહિં પણ શ્રીમદ્ સદ્ગુરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમોત્તમ ગુણગણ પ્રત્યે કઈ પણ ગુણાનુરાગી સાચા સજજનને ઉપકારી સદ- કુદરતી પ્રેમ સ્કુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્ સદ્દગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તે “સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે અથવા “સદગુરુ” એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ “સત્ ” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, કારણ કે આખા જગત્ કરતાં ગુરુ, ભારી, ગૌરવવંત એવા શ્રી સદ્ગુરુ જ છે. એક બાજુ આખું જગત્ મૂકીએ ને બીજી બાજુ સદ્ગુરુ મૂકીએ, તે સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે. એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે. અથવા સત્-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્ , સાચું, છતું, વર્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનું સ્વરૂપ છે, સંતસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે; અથવા “સંત” એટલે શાંત –પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત”. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દે જ, ” શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy