SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : નામ માત્ર અનુયાયીઓ, ગાત્રાગી તે કુહગી નથી (૬૯૧) ઠઠાડતા હોય, અથવા હોગાદિ પ્રક્રિયાને બહાને જે લેકોને વેગ સંબંધી વ્યાહ ઉપજાવતા હોય, અથવા વેગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાત્ “ગ”ની મહાન “ગ” શબ્દની વિડંબના કરતા હોય, અથવા બેટી સમાધિ વિડંબના ચઢાવી જવાને ડોળ કરી મુગ્ધ લોકોને વંચતા રહી જે યોગને નામે ચરી ખાતા હોય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જેગીમાં ખપતા હોય –એ આદિ પણ કંઈ કુલગી નથી. તે તે યોગની ઠેકડી ઉડાવનારા યુગવિડબકે છે, યેગીકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને “ગ” જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે ! ઉપરમાં જે કુલગી કહ્યા, તે સિવાયના બીજા જે ભૂમિભ–ગોત્રયાગીઓ છે, તે કાંઈ કુલગી નથી. ભૂમિભવ્યો એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે–આર્યક્ષેત્રના–આ ભરતભૂમિના સંતાનો ભૂમિભળે છે. તે ગોત્રયેગી તે ગોત્રગી છે, પણ કુલગી નથી, કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી કુલગી નથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે–તથારૂપ ગુણગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્ત કારણને આધીન એવું ઉપાદાનકારણ પ્રગટાવવામાં જે તેને ઉપયોગ કરાય, તે જ તે લેખે થાય છે, નહિ તે અલેખે છે. દાખલા તરીકે–આય એવી આ ભવ્ય ભરતભૂમિમાં ગિધર્મ પામવાની પૂરેપૂરી અનુકુળતા છે. કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન ગિવોએ જન્મ લઈ આ અવનિને પાવન કરી છે. એટલે અત્રે ગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીને જે યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ગ્યપણુંભવ્યપણું-સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભવ્યતાથી કાંઈ વળે નહિ, મહાગીઓની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જગ્યા માત્રથી કાંઈ યેગી થઈ જવાય નહિં. એટલે ભૂમિભવ્યરૂપ ગેગીઓ છે, તે કાંઈ કુલગી કહેવાય નહિં. કુલગી થવા માટે તે તેવા મુમુક્ષતા યોગ્ય ગુણ પ્રગટાવવા જોઈએ. (જુઓ પૃ. ૩૧૬–૩૧૭) આ ગેત્રગી ને કુલગીને તફાવત સ્કૂલરૂપે સમજવા માટે ગોત્ર અને કુલ શબ્દને તફાવત સમજવાની જરૂર છે “કુલ” શબ્દ નિકટને વંશસંબધ સૂચવે છે, ને “ગોત્ર” દરને વંશસંબંધ સૂચવે છે. તેમ કુલગી યોગીકુલ સાથે નિકટને વંશસંબંધ ધરાવે છે, અને ત્રગી દૂર દૂરને સગપણ સંબંધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેને મોક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માઓ “કુલગી” છે; અને જેને મેક્ષ હજુ ઘણે ઘણે દૂર છે, તે દૂરભવ્ય ભવાભિનંદી જી ગાત્રોગી” છે. એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે–
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy