SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ગિધર્મના સાચા અનુયાયી, ‘કુલી ’ શબ્દનું રહસ્ય (૬૮૯) એટલે આવા પરમ ઉદાર સર્વગ્રાહી આ ગિલમને જે સાચા ભાવથી અનુસરતા હોય, તે સર્વે ગમે તે સંપ્રદાયના હોય, તે પણ એક જ ધર્મના અનુયાયી-સાધમિકે છે. તાત્પર્ય કે આ યોગમાર્ગને ખરેખર અનુસરનારો જેન હોય કે સાધર્મિક વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, સાંખ્ય હોય કે વેદાંતી હોય, આત્મબંધુઓ ગમે તે હોય, તે સર્વ સાધર્મિક બંધુઓ છે, આત્મબંધુઓ છે. આવા આ ગિધર્મને જે કઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હોય તે સર્વ કુલગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવું દ્રવ્ય વિવક્ષિત છે –નહિં કે ભાવનું કારણ ન થાય એવું અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે ગભાવને ઉદ્ભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય યોગસાધનરૂપ ગિધર્મને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તે પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા યોગ્ય છે કે-દ્રવ્ય યુગ સાધનધર્મ પણ ભાવ વેગસાધન ધર્મનાં કારણભૂત થાય તે જ તે ભલા છે, સફળ છે, નહિં તે આલ છે–મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવું વિશિષ્ટ હોવું જોઈએ કે તે ચોક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તે જ તે સફળ છે, નહિં તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છતા તત્ત્વરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પંચાશકશાસ્ત્ર અવલેકવું. દ્રવ્યધર્મ તે યુગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ છે સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર.” –શ્રી દેવચંદ્રજી. આવા આ મહાનુભાવ “કુલ યોગીએ” ખરેખર ! કુલગીઓ જ હોય છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્નાન કરે છે–કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પોતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ચોગ્ય “લોગી” આચરણ કરે છે તેમ કુલગી પણ પિતાના લેગિકુલને છાજે શબ્દનું રહસ્ય એવું, ને દેષ-કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે–પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું, ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધૂ પાળે છે, તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલંઘાય એમ ઉચિત “મર્યાદાધર્મમાં મરજાદમાં” રહેવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું,-ઇત્યાદિ ભેગીકુલના ધમને કુલગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પદ્રવ્યગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વજે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પિતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચેરી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy