SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : અતીન્દ્રિય અથ સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે (૩૪૯) છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે. અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થપણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા આ આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનુભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, પ્રકૃષ્ટ આપ્ત છે, પરમ વિશ્વાસ કરવા યોગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લેકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થ માં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યંગ્ય છે, “તહત્તિ” કરવા છે. પરમ તત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.”—મેક્ષમાળા પાઠ ૬૭ અને આત પણ તે જ કે જેના દેષ* ને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા યોગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન આત કણ?અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ. અને રાગ દ્વેષ-મહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હોઈ વિશ્વાસપાત્ર હોય-આપ્યું હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. ઉપસંહાર કરતાં કહે છે – एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्था स्तथा चाह महामतिः ॥ १०॥ વૃત્તિ -ઇતત્પધાન –આ આગમપ્રધાન, સદ્નાર્દો:-સત શ્રાદ્ધ, સશ્રદ્ધાવંત પ્રાજ્ઞ, શરવાન–શીલવાન, પરદ્રોહથી વિરતિમાન, યોગતત્વ:–ગતત્પર. સદા તેમાં અભિયુક્ત-તત્પર, એવા પ્રકારનો હોઈ, નાનાચતથિનર્થોન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદુ મહામત્તિ –અને તેવા પ્રકારે મહામતિએ-પતંજલિએ કહ્યું છે – * "दोषावरणया निनिःशेषास्त्यतिशायनात् । જાથિથા હેતુઓ વક્રિાન્તર્મક્ષચઃ ” –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત આસમીમાંસા,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy