SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : સંક્ષેપ-સમાસને પરમાર્થ, “સુર” સમું આ શાસ્ત્ર (૬૭૩) ભાસે છે. અને બાળક જેમ “સમુદ્ર કેવડો ?' એમ પૂછવામાં આવતાં બે હાથ પહોળા કરીને કહે કે “આવડે મેટે,” તેમ આપણે પણ આવા “સાગરવરગંભીરા' ગ્રંથને માટે આશ્ચર્યચકિત થઈ આવડો મોટો !” એટલું જ કહી બાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે ! આ “સાગરવરગંભીર” આચાર્યચૂડામણિની આ પરમાર્થગંભીર કૃતિ માટે આપણે જે શ્રીમાન્ આનંદઘનજી ગિરાજની કૃતિ માટે કોઈએ કાઢેલા ઉદ્દગારનું કિંચિત ફેરફાર સાથે અનુકરણ કરીએ તે– “ આશય શ્રી હરિભદ્ર, અતિ ગંભીર ઉદાર; બાળક બાંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.” "बालोऽपि किं न निजबाहुयुगं वितत्य, વિસ્તર્ગત રથયાત વધવુaો . શ્રી ભક્તામરસ્તોત્ર, અથવા “સૂત્ર” જેમ સંક્ષેપ કથનરૂપ. થોડા શબ્દમાં ઘણું અર્થસંગ્રહરૂપ હોય છે, તેમ આ શાસ્ત્ર પણ તેવું જ હઈ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાનો દડે ગજવામાં મૂકી શકાય એવો ના હોય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તો સૂત્ર” સમું ગાઉના ગાઉ સુધી પહોંચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સંક્ષેપ આ શાસ્ત્ર હેઈ સ્વ૯૫ શબ્દ પ્રમાણ છે, પણ તેને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર કરીએ તે મહાર્ણવાળા ગ્રંથના ગ્રંથો ભરાય એટલે ઉદાર આશય એમાં ભરેલું છે. વળી સૂત્ર-દરે જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-ગુંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. સૂત્રને દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલું ઊંચે ચગાવી શકાય છે, નહિં તે દેર છોડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રને સ્વરૂપાનુસંધાનરૂપ ગને દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તે યોગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્ધ્વ–કાવું ગભૂમિકાઓ પર્યત ચઢાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દોર છેડી દેતાં તરત ગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરોવેલ હોય છે, તેમ મુક્તામાળારૂપ આયેગશાસ્ત્રમાં વિવિધ સૂક્તરૂપ મુક્તાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પરેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પ એક સૂત્રથી ગુંથેલા હોય છે, તેમ આ ગશારરૂપ પુષ્પહારમાં વિવિધ સુભાષિત પુષ્પ ગદષ્ટિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષ્પરાશિ કંઠે ધારણ કરી શકાતો નથી, પણ વિવિધ ચુંટેલા પુષ્પો એક સૂત્રમાં ગુથી હાર બનાવ્યો હોય તે સુખેથી કંઠે ધારણ થઈ શકે છે, તેમ મહાગ્રંથરાશિ કંઠે ધારણ કરવો સહેલો નથી, પણ વિવિધ સૂક્ત-પુ ચૂંટી એક ગ-સૂત્રમાં કળામય રીતે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy