SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતનવમીમાંસા: રવભાવઉપમ, “તથાભાવથી અદેષપણું (૬૪૫) વિભાવ પરચ- ચૈતન્ય-પુરમાં ઉપમદ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, કથી ઉપપ્લવ સ્વ–પરનો ભેદ પરખાતે નથી, સ્વ–પરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતન રાજના “પદભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ઠેકાણાં વિનાને, સ્વરૂપપદથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભોગવે છે. આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિઘન આત્માને પુના જ્યારે જન્માદિ ભાવના વિગમે કરીને તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાને સ્વસ્વભાવ પણ સાથે “ગ” થાય છે, ત્યારે તેને તથાભાવ હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો તસ્વાભાવ્ય ભાવ તેને ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે યોગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ પર ધર” છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મોક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ' થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી). અને આમ તથાભાવ અર્થાત્ જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે જન્માદિ દેશવંત મટી અદેષ બને છે. કારણ કે સ્વભાવ ઉપમન્દ કરનારા વિભાવરૂપ દોષથી તે દેષવંત હો; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવથી સ્વભાવ ઉપમ થતો અટક્યો, એટલે તે અદોષ થયો, જેવો હતો અદેષપણું તે રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયો-ખો એ તેનો દોષ હતું, સ્વભાવમાં આવ્યો એટલે તે દેષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-“ઠેકાણે આવ્યાથી તે અદેષ થયો -રોગીનો રંગ ટળતાં જેમ તે અરોગી હોય છે તેમ. તાત્પર્ય કે–અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તે હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારા સ્વભાવ૫મર્દરૂપ વિભાવદેષ મુખ્ય હતે, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવેદેષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “ અદષ” થયે. એ પણ તેવી જ ખરેખરી મુખ્ય વાત છે. માટે અદોષ” એવો આ સ્વભાવ મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખરો છે, નિરુપચરિત છે, પરમાર્થસતુ છે, એમ આ ઉપરથી સાબિત થયું.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy