SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩૦) ગદષ્ટિસમુચ્ચય આમ જેમ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે નીરોગી, જેવો સ્વસ્થ, જે આનંદમય હોય છે, તે આ ભવવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી, પરમ “સ્વસ્થ ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ પુરુષ કાંઈ અભાવરૂપ નથી, અર્થાત્ કેટલાક (બૌદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નૈરામ્ય અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુ સદ્ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિર્મલ આત્મતત્ત્વનું જ ત્યાં હોવાપણું છે, કે જે શુદ્ધ આત્મતત્ત્વ “સિદ્ધ” નામથી ઓળખાય છે. રોગથી મુક્ત થયેલ પુરુષ રોગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતો નથી, તેમ ભવરોગથી મુક્ત થયેલે ચૈતન્ય મય પુરુષ-આત્મા ભવરોગમુક્ત થતાં કાંઈ પુરુષ–આત્મા મટી જતો નથી. રોગના અભાવે કાંઈ પુરુષનો અભાવ થતો નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરોગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરોગના અભાવે કાંઈ આત્માને અભાવ થતું નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તત્ત્વકાય અવસ્થા પ્રગટે છે, આત્માની સંસારી અવસ્થા દૂર થઈ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે; દેહાદિક સંગને જયાં આત્યંતિક વિગ છે, એવી શુદ્ધ નિજ સ્વભાવરૂપ મેક્ષદશા પ્રકટ થાય છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪). વળી (૨) આ પુરુષ–આત્મા વ્યાધિથી મુક્ત નથી થયો એમ પણ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત હોય જ છે. કેઈ (સાંખ્યાદિ ) એમ માને છે કે આ આત્મા તે સદાય મુક્ત જ છે, અબંધ જ છે–બંધાયેલે જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયે ભૂલભરેલી છે; કારણ કે તેમ જે માનીએ તે બંધ–ક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃતનાશ-અકૃતાગમ આદિ અનેક દોષ આવશે, અને જે મોક્ષને માટે જ તે તે દર્શનનું પ્રયોજન છે તે પ્રજન પણ નિષ્ફળ થશે ! કારણ કે બંધાયેલ હોય તેને મુકત થવાપણું હોય, પણ જે બંધાયેલો જ ન હોય તે મુક્ત થવાનું ક્યાં રહ્યું ? જો બંધન જ ન હોય તે મુક્તિ કયાંથી હોય ? કારણકે બંધન–મેચન, બંધનથી છૂટવું તેનું નામ જ મેક્ષ છે. આ બંધનમોચનરૂપ મેક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હોય છે. એટલા માટે જે મેક્ષ પામે છે, મુક્ત થાય છે, તે ભવવ્યાધિથી મુકત નથી થયે એમ નથી, પરંતુ મુક્ત થયે જ છે, જેમ “નીરોગી ” મનુષ્ય રોગથી મુક્ત નથી એમ નથી, પણ છતાં એવા રોગથી મુક્ત થયે જ છે, અને એટલે જ તે નીરોગી–રોગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરોગથી મુક્ત નથી થયે એમ નથી, પણ છતાં–પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુક્ત થયો જ છે, એટલે જ તે “મુક્ત”—ભવરોગમુક્ત કહેવાય છે. (૩) અને તે “અવ્યાધિત”—વ્યાધિ વગરનો હતો એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથા પ્રકારે પ્રગટ અવ્યાધિત વ્યાધિને સદ્ભાવ હતો જ. વ્યાધિમુક્ત પુરુષને માટે કઈ એમ કહે પણ નથી કે પૂર્વે તેને વ્યાધિ જ , તે તેમાં દૃષ્ટ-ઈષ્ટ બાધા. પ્રત્યક્ષ વિરોધ આવે છે. કારણ કે તે તે “મહારા મેઢામાં જીભ નથી ' એમ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy