SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિઃ દાનાદિ લબ્ધિને પરમાર્થ : પરમ પરંપકાર (૨૧) જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત પરિભ્રમણ દુઃખ પામે છે, તે “સ્વરૂપ પદ’ સમજાવી, આ પરમ જગદ્ગુરુ પરમ લોકકલ્યાણુ–કસંગ્રહ-લકાનુગ્રહ કરે છે. “ભવદુઃખવારણ શિવ સુખકારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન વિશ્વબંધુ પરમ શાંતિ સન્માર્ગ પ્રવહતે કરે છે, કે જેમાં નિમજજન કરી ભવ્ય આત્માઓ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આ ધર્મમૂર્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્મની સંસ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભવ્યજનેની યથાભવ્યતા પ્રમાણે–પિતાપિતાની યોગ્યતા અનુસારે તેમને સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિ કરાવી, યથાયેગ્યપણે ધર્મલાભ આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમને પ્રબોધી વિકસિત કરતા સતા જગમાં વિહરે છે. “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી. ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....પ્રભુ આતમ ધર્મ તણે આરામી, પપરિણતિ નિષ્કામી રે...પ્રભુત્ર ”– શ્રી દેવચંદ્રજી. અને આમ આયુષ્ય સ્થિતિ પર્યત દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છેડાવી, અને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગજંતુનું હિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યેગના અંતને પામે છે, ગપર્યતને અર્થાત્ શૈલેશી અવસ્થાને પામે છે. ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે વેગ અાગી.”–શ્રી . દસક્ઝા, ૮-૩ तत्र द्रागेब भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६॥ અગ ગરમ થકી, શીઘ જ ત્યાં ભગવાન ક્ષય કરી ભવ્યાધિને પામે પર નિર્વાણ, ૧૮૬. અર્થ –ત્યાં શીધ્ર જ તે ભગવાન, ગસત્તમ એવા અગથી ભવ્યાધિને ક્ષય કરીને પરમ નિર્વાણુને પામે છે. ત્તિ-તત્ર-સાં, એટલે કે યોગાન્તમાં, શૈલેશી અવસ્થામાં, દ્રવિ-શીધ્ર જ, ઝપાટા બંધ જ, હરવ પંચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, માવાન-ભગવાન તે કયોટુ-અયોગ થકી, અવ્યાપાર થકી. જોરાવરના7-યોગાસત્તમ થકી, યોગપ્રધાન થકી, શૈલે શ્રી યોગ થકી એમ અર્થ છે. શું? તો કે મવડ્યાધિક્ષ વા-ભવવ્યાધિનો ક્ષય કરી,-સર્વ પ્રકારે, નિર્વા ૪તે પt-પરમ નિર્વાણુને પામે છે, ભાવ નિર્વાણને પામે છે, એમ અર્થ છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy