SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ: કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષયોપશમ (૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી કે ભીતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અબ્રાચ્છાદિત સૂર્યના ક્ષપશમ: મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કમને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. + ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાવભાસક અસાધારણ ગુણ છે. " तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणोः गुणः।" -શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનબિંદુ પ્રકૃતિનું જન કહે છે – घातिकर्माभ्रकल्प तदुक्तयोगानिलाहतेः । यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં ગ સુવાય; દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય. ૧૮૪ અર્થ –ઘાતિક વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી (સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે. વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિકર્મ તે અભ્ર જેવું–વાદળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી,-જ્યારે કૃત્તિ –પતિ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય. આ અગવડતામ-અન્ન, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતકર્મ, swયોmનિઃ -ઉક્ત-હમણાં જ કથા તે યોગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ). ચાતિ-જ્યારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે તાત્યારે, શ્રીમાન શ્રીમાન, શ્રીમદ્ તે મુખ્ય એવા વિક્રમ નથી, પરાક્રમયોગથી, ના જ્ઞાનદેવી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે. +"स च अपान्तरालाबस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसंपादितं नानात्वं भजते । घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुटयाद्यावरणविवरप्रवेशात् ॥" -ઇત્યાદિ (જુઓ)-શ્રી જ્ઞાનબિન્દુ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy