SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચંદ્ર, જ્ઞાન-ચંદ્રિકા (૬૦૭) स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८३॥ ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩ અર્થ :-જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે. વિવેચન આત્મા ચંદ્રની પેઠે પિતાની–આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઈ સ્થાપિત કરવાનું નથીઅને જે વિજ્ઞાન છે તે સ્ના જેવું-ચાંદની જેવું છે. આ કેવલાદિનું ઉપમા માત્ર છે. અને તદાવરણ અર્થાત્ જ્ઞાનાવરણ તે અા જેવું વાદળા જેવું છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વ ભાવ સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છે. ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથીજ્ઞાન-ચંદ્રિકા કુદરતી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ ત્સના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિ આદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનજ્યોત્સનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વ–પર અવભાસક જ્ઞાન-ચંદ્રિકા વિસ્તારતે આત્મા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે (જુઓ પૃ. ૪૮૩, તથા . પૃ. ૭૫) આત્માને સ્વ-પરપ્રકાશક એવો જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે વિશ્વને કૃત્તિ–થિતઃ-સ્થિત છે, નહિં કે સ્થાપનીય, સ્થાપવાને નથી, શીર્વાશુવ7-શીતાંશુ-ચંદ્રની જેમ, લીવ-જીવ, આત્મા, કન્યા-આત્મીય-પિતાની પ્રકૃતિથી. માવા -ભાવશ એવી, તત્વશહ એવી એમ અર્થ છે. તેમજ-દ્ધિાવદર-અને ચંદ્રિકા જેવું, જ્યના-ચાંદની જેવું, વિજ્ઞાનવિજ્ઞાન કેવલાદિન આ ઉપમામાત્ર છે, તવા -તાવરણ, જ્ઞાનાવરણ. ઝવ-અભ્ર જેવું, મેધટપલ જેવું છે એમ અર્થ છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy