SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ તાત્વિક ધર્મસ-કેવલશ્રી: “શ્રીમદ' જિન ભગવાન (૬૦૫) સંચાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્વિક ધર્મસંન્યાસમાં ક્ષયોપશમભાવરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધર્મસંન્યાસ સંજ્ઞા યથાર્થ છે, અહીં “બીજા” અપૂર્વકરણમાં આ તાત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલું અપૂર્વકરણ જે ગ્રંથિભેદનું કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિ. એટલા માટે બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યો. આમ આ અપૂર્વકરણ બે છે:–(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (૨) ક્ષપકશ્રેણી વેળાનું તે બીજુ. આ “અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ ” એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે આ બીજું અપૂર્વ કરણ–અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મસંન્યાસ યોગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામર્થ્યયોગીને હેય છે. (આને “અપૂર્વકરણ” કહેવાના કારણ માટે જુઓ પૃ. ૪૩-૪૪). આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્કુરાવીને જે યોગીપુરુષ ક્ષકશ્રેણ પર આરૂઢ થાય છે, તેને આ તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય યોગ હોય છે, કારણ કે તે ક્ષયપશમરૂપ ધર્મોનું ક્ષપકશ્ચણ ક્ષપણ કરતે કરતો આગળ વધે છે, કર્મ પ્રકૃતિને સર્વથા ખપાવતે કેવલથી ખપાવતે, ખતમ કરતે કરતે, ઉડાવતે ઉડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર વેગે ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુનો ક્ષય કરતો કરતો, ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ કરતે કરતે, આ પરમ સમર્થ વીર સંન્યાસી” ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦) અને આમ ધર્મસંન્યાસના વિનિયોગથી આ સામર્થગીને કેવલલક્ષ્મીની-કેવલશ્રીની પ્રાપ્તિ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનની ઉત્પત્તિ હોય છે, કે જેમાં કોઈપણ પ્રતિબંધક વિરેધક પ્રતિપક્ષરૂપ આવરણ હોતું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી શ્રીમદ્ સદીદયા હોય છે, અર્થાત્ કેઇપણ કાળે તેના પ્રતિપાતને અભાવ ભગવાન હોવાથી સદા ઉદયવંતી જ હોય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી સંપન્ન આ “શ્રીમદ્દ ભગવાન્ જિનરાજરાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષમીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છે:
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy