SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પર દર નિરાશાર પદ એહમાં ગી?-ગારૂઢની વાત ન્યારી (૫૯૭) અને એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ યોગી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિકમણદિરૂપ ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત હેવાથી, તેમને સાધકોપયોગી એવી દ્રવ્ય પ્રતિકમણાદિ આચારકિયા હોતી નથી; અપ્રતિક્રમણદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે હવે તેનું કંઈ પ્રજન રહ્યું નથી. કારણ કે * “કમ જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે–પાછો વાળે તે પ્રતિકમણ છે.” અથવા તે “સ્વસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયો હોય, તેનું પુનઃ પાછું ત્યાં જ મૂળ સ્થાને કમણુ–ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે.' અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભ્રષ્ટતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદ 'માં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે; આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણુપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિષ્પન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂકયું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધને પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણને અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિકમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું. અત્રે આ દૃષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરેહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ યોગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર યોગભૂમિકા વટાવવારૂપ ગારૂઢની આરેહશુક્રિયા કરવી પડે છે, પણ ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ યોગસાધનરૂપ આરોહણક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વત્તતા ગાહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનયોગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન + “ વં પુછવયં સુહાગુમળાવિત્યવિષે તો ચિત્ત અવયં તુ ગો તો વિમળા”—સમયસાર ગા. ૩૮૩. "स्वस्थानात्यत्परस्थान प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते "
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy