SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૯૪) ગદષ્ટિસંજીર T અને સાતમાં પ્રતિપત્તિ-તત્વાનુભવરૂપ ગુણ પ્રગટયા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાતત્ત્વ પ્રવૃત્તિ હોય છે. એટલે કે * જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આ૫ સ્વભાવે પ્રવર્તનરૂપ, આચરણરૂપ ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણે પ્રવૃત્તિ પૂરણ” હોય છે. અર્થાત્ આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે. આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની–સુવાસિત તે અણલિંગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનને ગંધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતું જાય છે, તેમ તેમ મેહનીય કમરને ક્ષય થતું જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે-પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અત્ર પ્રગટ થાય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ મારગ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામચારિત્ર તે અણલિંગ મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી. વળી આ દૃષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ-પાર ઉતરી ગયેલ હોય છે. ચિત્તને કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દોડાદોડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હે' અત્યાર પહેલાં વાસનાનંત આત્માની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી, જ્યાં સુધી લેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવને બધા કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તે કલેશરૂપ વાસના નિમૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આત્મા પિતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતીઆ મારફતીઆ (agent) ચિત્તની ડખલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે ! એટલે “શ્ચિત્તવૃત્તિનિધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે. સર્વ પ્રદેશ પ્રગટ સમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો.”—શ્રી દેવચંદ્રજી.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy