SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિઃ સમાધિનિષ્ઠ પર દષ્ટિ, શશિ સમ બે વખાણું , (૫૯૧) ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ ગની પરાકાષ્ઠા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત્ પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ “પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા” નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પર દૃષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, યેગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દેષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે. આ દષ્ટિમાં પ્રાપ્ત થતું બે ચંદ્રની પ્રજા સરખે હોય છે, કારણ કે સાતમી દૃષ્ટિ કે જેને બધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બંધ અધિકતર હોય છે. સૂર્યને પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બોધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંજી શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે અને બન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદ્રને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દૃષ્ટિને બંધ પરમાત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન સ્ના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતો નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૭) આમ આ પરાષ્ટિને ચંદ્રની ઉપમા સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બોધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને લેશ પણ પ્રવેશ હેતું નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે, અને આમ બેધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાઓ સમાધિનિષ્ઠતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણ, તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન, અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હેઈ જાણે સ્વરૂપશૂન્ય હોય છે તે સમાધિ છે. અર્થાત્ જ્યાં થેય વસ્તુમાત્ર જ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપુટીની એકતા થાય છે,કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતરપણે આવી પરમ આત્મસમાધિ જ વર્તે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા યોગીશ્વરની સહાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દ્રત હતું તે સર્વથા ટળી ગયું,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy