SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સભા દરિઃ અસંગાનુષ્ઠાનના નામ-૫૨ શાંતિ અનંત સુધામય જે (૫૮૫) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યેગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયું છે કઈ તેને પ્રશાંતવાહિતા કહે છે, કઈ વિભાગપરિક્ષય કહે છે, કઈ શિવવર્મા કહે છે, કઈ ધ્રુવમાગ કહે છે. (૧) સાંખ્યદશની–ગદશનીઓ આ અસંગ અનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા-વહન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ શાંત સુધારસને પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા અસંગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા Xછે. (૨) બૌદ્ધ દશની તેને “વિસભાગપરિક્ષય” કહે છે. જ્યાં વિભાગને પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે-અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષનો સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિસભાગપરિક્ષય છે. (૩) તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેય; તેને પામવાને માર્ગ, તેના પ્રત્યે જતે માર્ગ તે શિવવર્મા, શિવમાર્ગ, મોક્ષમાર્ગ. અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવક્મ. (૪) મહાવ્રતિકે તેને યુવાધ્વપ્રવ માર્ગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ ૫૮. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ, આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્ય દર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શ લેશથી રહિત એવું આ પરમ અસંગ વિતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ ભેગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઇએ છે જે જોગીજન” વાળું પરમ અદ્દભુત અમર કાવ્ય કે જે ગીશ્વર * કાંતવાહિતા ઃ સંસ્થાનિકોલસાન પ્રાદુર્ભાવતિરોમાથી તદ્ગુલ્યાનગોચમ્ | "—ધા. ઠા, ૨૪, ૨૫. અર્થાત–પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણુથી સદપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહ૩૫ પરિમિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિરાધજન્ય સંસ્કારથી હોય છે. “ તથ વાતવાદિતા સંવત –(ા. ૨૦-૧૦). આ નિરોધ તે શું ? તે કે નિરોધજન અને વ્યત્યાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ-તિરભાવ તે નિરોધ છે,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy