SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ તાપી સભા દષ્ટિ: પરતત્પદને છા, “અસંગ અનુષ્ઠાન'નું તાત્પર્ય (૫૮૩) નહિ કે અનાલંબન યોગ વ્યાપાર. કારણ કે ફલનું સિદ્ધપણું છે. વિશેષ જિજ્ઞાસુએ ગર્વિશિકા પર શ્રી યશોવિજયજીની ટીકા તથા છેડશક શાસ્ત્ર અવલકવાં.) આ સર્વ ઉપરથી તાત્પર્ય આ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્ત્રવચનને સંગ-અવલંબન વિના, તજજન્ય દઢ સંસ્કારથી આપોઆપ સ્વરસથી પ્રવર્તાતું એવું, નિર્ગથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઈ ગયેલું અસંગ આચરણ અસંગનું આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવનો કંઈ પણ સંગ નથી હતો. સંગ બે પ્રકારના છે–બાહ્ય અને અત્યંતર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સંગ છે, રાગ-દ્વેષ–મહાદિ અંતરંગ ભાવો તે અત્યંતર સંગ છે. આ બંને પ્રકારના સંગને જ્યાં સર્વથા અભાવ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. દ્રવ્ય-ભાવ નિગ્રંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદર્શ ભાવ નિર્ચથપણાની જ્યાં સંપૂર્ણ સંસિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન ગ છે. અરૂપી પરમાત્માના ગુણ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યોગ છે. બીજે ક્યાંય પણ સંગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જેડી, પરમાત્માના અને આત્માના ગુણની એકત્વતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલંબન યુગ છે. (૩) અને આ અનાલંબન યોગ તે સામર્થ્યોગમાં પ્રગટતી ઉત્કટ પરતત્ત્વદર્શનેચ્છા છે. આ પરતત્ત્વદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટતીવ્ર હોય છે, કે ત્યાં પછી બીજે ક્યાંય પરભાવમાં સંગઆસક્તિ હોતી નથી, બીજે ક્યાંય ચિત્ત ચુંટતું નથી, કેવળ પરતત્વના દર્શનની જ ઝંખના વતે છે. આમ અન્યત્ર ક્યાંય સંગ વિના–આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, જે અસંગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનરૂપ જે અનાલંબનગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઇચ્છા પ્રવર્તે, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે. આ “અનુષ્ઠાન' શબ્દનું અર્થ રહસ્ય સમજવા યોગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થયું કે દેહાદિ પરવતુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને અનુષ્ઠાન'નું વર્તનમાં -આચરણમાં મૂકવું અર્થાત્ દેહાદિ પરવસ્તુ પ્રત્યેના રાગાદિ રહસ્ય ભાવને ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું, તે અનુષ્ઠાન છે. દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ-છાજે એમ દેહાદિ પરભાવના સંસર્ગથી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવું, તે અનુષ્ઠાન છે. એટલી તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy