SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : છઘસ્થ કહ૫નારૂપ કુતર્કનું અસમંજસપણું (૩૩૯) કુતર્કને આરો નથી ! માટે આવો કુતક સર્વથા અસમંજસ, અયોગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાનો-ઠામઠેકાણા વિનાનો છે, એમ તાત્પર્ય છે. અને એટલા માટે જ આત્માર્થી મુમુક્ષુ જોગીજને તેને સર્વથા દૂરથી પરિત્યાગ કરવો ગ્ય છે. આ જ અર્થને વિશેષથી કહી દેખાડવા કહે છે – अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । अम्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। ९३ ॥ એથ જલ સન્નિધાનમાં, અનલ ભજવે વાહ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ, એમ તે બન્ને તણા, તથા સ્વભાવે થાય; એમ કઇ વાદિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ :–એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીંજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે,-એમ તે બને તેવા સ્વભાવપણાને લીધે થાય છે, એવું કેઈથી જ્યારે કથવામાં આવે ત્યારે – વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છેઃ–પ્રસ્તુત વસ્તુસ્વભાવ અવગદષ્ટિછદ્રસ્થને ગોચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથાર્થ જાણી શકતું નથી. એટલા માટે જ અગ્નિ, પાણીની સંનિધિમાં–નિકટ હાજરીમાં, ભીંજવે છે; અથવા પાણી, અગ્નિની સંનિધિમાં-નિકટ હાજરીમાં દઝાડે છે; કારણ કે અગ્નિનો ને પાણીને તેવો તેવો સ્વભાવ છે,–એમ કઈ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લેકમાં કહ્યું છે. અગ્નિને અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આબાલવૃદ્ધ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારે કહેશે કે-અગ્નિને સ્વભાવ ભીંજવવાનો છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે છે, ઉણ જલ ભીજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. કૃત્તિઃ કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાગદોયર-છદ્રસ્થની દૃષ્ટિને ગોચર નથી, અતો-એથી કરીને, એ કારણથી, મરિન રિ–અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિવાર અર્થે કહ્યું કે-અન્નિધૌ-જલની સંનિધિમાં, નિકટ હાજરીમાં. હરિ વા–અથવા પાણી દઝાડે છે. પ્રતીતિબાધા નથી એટલા માટે કહ્યું કે-અવિનસંનિધૌ-અગ્નિની સંનિધિમાં ( અગ્નિની નિકટ હાજરીમાં) આ એમ કેમ છે? તે માટે કહ્યું સામાથાયોઃ -તે બન્નેને તે સ્વાભાવપણાને લીધે. અગ્નિને તે પાણીને તેવો સ્વભાવ છે તેથી કરીને, હિતે-પરવાદીથી કહેવામાં આવ્યા.-એમ એમ જ્યારે કોઈ પરવાદી કહે છે ત્યારે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy