SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દષ્ટિ : પુણ્યાક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન (૫૭૫) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણુ” ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે; “નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મસ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથના પંથને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે;–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલે આ દષ્ટિમાં સ્થિત યેગી તે પરવશપણાથી દુખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનને આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે. SR पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ પરવશ સ્થિત છે આમ; તસ લક્ષણ નિયગથી, દુઃખ જ એહ તમામ. ૧૭૩. અર્થા–એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાવિક સુખ છે.) વિવેચન એમ ઉપર કહી તે નીતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયોગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે અને કર્મ– વિયેગ માત્રથી ઉપજવાપણું છે. ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા વૃત્તઃ-guથાપિ –પુણ્યાક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, ઘર-એમ, ઉક્ત નીતિથી, મુર્ણ વાં થિરમ્-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણને લીધે તતદુ:ખેવૈતત તર્થક્ષનિયોત –અને તેથી કરીને આ તેના લક્ષણ નિયામને લીધે દુખ જ છે. તેથી મામદશાનશું તાત્તિ પુર્વ-ધ્યાનજન્ય એ જ તારિક સુખ છે-અપરાધીનપણને લીધે, કર્મવિગ માત્ર જન્યપણાને લીધે [ ધ્યાન રારિ સુવનએ પાઠાંતર છે.] –શ્રી અધ્યાત્મસાર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy