SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૬) યોગષ્ટિસમુચ્ચય ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, એ સવમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ એધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથા એધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેના મુખ્ય માર્ગ તે આધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુએ) શ્રીમદ્ રાજચ', પત્રાંક ૩૪૨. રાગ દોષના નાશ “ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પરપરિણતિ ઉચ્છેદે. ”—શ્રી દેવચ’દ્રજી. ૮ રાગ ' નામને! સાતમા ચિત્તદોષ અત્રે નષ્ટ થાય છે. રાગ એટલે રાગ-દ્વેષ-મેાહ એ ત્રિદેોષરૂપ મહારેાગ-ભાવરેગ તેને અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણુ વિનાની ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા ભંગરૂપ થાય, તે રાગ છે. (જુએ સન્નિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝયું છે. (૧) આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂતિ થાય છે,-આ જ માહ છે. અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગ– દ્વેષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મેાહરાગ-દ્વેષ એ જ જીવના મેાટામાં મેટો રાગ છે. જેમ ત્રિદોષ સન્નિપાતને રાગી પેાતાનુ ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ મકે છે, પેાતાનું તે પારકું ને પારકું તે પેાતાનુ એવુ' યદ્વાતદ્વા અસમંજસ ખેલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયેા હાય એમ પેાતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીતપણું-વિભાવપણે વર્તે છે, અને પેાતાના સત્ સ્વરૂપથી નિપાતને પામી પેાતાના સન્નિપાતી ' નામને યથાર્થ કરે છે; તેમ રાગ-દ્વેષ-મેાહરૂપ ત્રિદોષ સન્નિપાત જે જીવને લાગુ પડયા હેય છે, તે જીવ પેાતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકુ તે પેાતાનું ને પેાતાનુ' તે પાર' એવું એભાનપણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પેાતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે–વિભાવપણે વત્ત છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવનેા નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યેવભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવને મુખ્ય મહારાગ છે. (ર) અથવા યથાર્થ સાચી સમજણુ વિનાની જે ક્રિયા કરવામાં આવે તે પણ રાગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેના ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ મદલી હેાય છે, તેમ આ રાગદોષવંતની કોઇ પણ ક્રિયા માંદલી રાગિષ્ટ હાય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy