SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૪) ગદરિસમુચ્ચય મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે અહે ! અહો ! હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. ... શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી, આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવનું જ્યાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદિ મંત્ર વાકયને જપ ય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને - જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* "देहादेवलि जो वसइ, देउ अणाइ अणतु । केवलणाणफुरंततणु, सो परमप्पु णिभंतु ॥" - શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩ એમાં પણ ખાસ કરીને જીવતમૂત્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિંડસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે–સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન ! જો આ હારૂં રૂપી સ્વરૂપ જગમાં ન દેખાયું હોત, તે અમારું મન તેના ઉપર હસત-હર્ષ પામત? હીંચ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત? ઈડ્યા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત - એળખત ? પ્રીયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામતી માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સત્ પુણ્યના ભેગથી તમે રૂપી દેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન! આ હારે દેહ-પિડ ઘણુ ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે, માટે હે પ્રભુ! અમે તો હારું પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. “રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરુ, છાંડી ચપલ સ્વભાવ ઠ" મન મારું; રૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહે અમ હીંસતું. *"पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वाचितनम । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ॥"
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy