SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશા દૃષ્ટિ: ધ્યાન, ચાર ભાવનાથી સ્થિચિત્તસ્થિતપ્રજ્ઞ ધ્યાતા (૫૫૭ ) અને આત્માથી મુમુક્ષુને સવથા હેય છે—ત્યજવા યાગ્ય છે. બાકીના એ ધમ અને શુક્લ મેાક્ષના કારણ હાઇ પ્રશસ્ત અને ઇષ્ટ છે, અને આત્માથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદરથી આદરવા ચાગ્ય છે. અથવા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પશુ સમજવા યેાગ્ય છે. આ સ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાવ, અધ્યાત્મસાર, યાગશાસ્ત્ર, માક્ષમાળા આદિ ગ્રંથરત્ને અવલેાકવા. આ સર્વ પ્રકારના ધ્યાનનેા અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાના છે. એટલે આત્મધ્યાન એ જ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનનું સ્વરૂપ ખરાખર સમજવા માટે ધ્યાતા-ધ્યેય આદિનું સ્વરૂપ સમજવા ચેાગ્ય છે— ધ્યાતા સ્વરૂપ આ ધ્યાન ધરનાર ધ્યાતા ચૈાગી પુરુષ પણ તે માટેની યથાયાગ્ય ચૈાગ્યતાવાળા હાવા જોઇએ, અને તે માટે જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ ભાવનાઓથી+ભાવિતાત્મા ઢાવા જોઈએ-દૃઢ ભાવર’ગી હાવે ચાર ભાવનાથી જોઇએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દનભાવનાથી સ્થિર ચિત્ત અસંમેાહ હૈાય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મીની નિર્જરા થાય છે અને વૈરાગ્ય ભાવનાથી સ`ગના આશસાના ને ભયના ઉચ્છેદ થાય છે; અર્થાત્ વૈરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સ`ગ-આસક્તિ કરતું નથી, અને આ લેાક-પરલેાકાદિ સંબધી કઈ પણ આશ'સા-ઇચ્છા કરતું નથી, અને કાઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષેાભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હેાય છે, તેનું ચિત્ત સ્થિર થાય છે. અને આવે જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની ચેાગ્યતા પામે છે, બીજાને-અસ્થિરચિત્તને તેની યાગ્યતા હેાતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સૌથી પ્રથમ આવશ્યક છે. પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ ગ'ભીર તત્ત્વવચન છે કે ઔજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.' તેમજ ગીતામાં પણ કહ્યું છે કે ‘*અસ યતાત્માને યોગ પામવા દુર્લભ છે એમ મ્હારી મતિ છે, પણુ જેને આત્મા-મન વશ છે તે યત્નવતને યોગ ઉપાયવડે કરીને પામવેા શકય છે. '–આ બધુય ઉપરક્ત ભાવનાથી ભાવિતાત્મામાં ખરાખર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાય જીએ બૃહદ્ દ્રબ્યસંગ્રહમાં ભાખ્યું છે કે- જો તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અર્થે " निश्चलत्त्रमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सङ्गाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ स्थिरचित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्त ं परैरपि । ” —શ્રી યશાવિજયજીકૃત અધ્યાત્મસાર * k ܕ असंयतात्मने। योगो दुःप्राप्य इति मे मतिः । વયાભના તુ ચતતા રાજ્જોડવાનુમુયત: || ”—ગીતા અ. ૬.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy