SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૬) ગદષ્ટિસમુચ્ચય કોઈ એક તૈયાયિક-ન્યાયશાસ્ત્રને વિદ્યાર્થી ક્યાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિરંકુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે ! જલદી દૂર હઠી જા ! દૂર હટી જા ! નહિં તે હાથી મારી નાંખશે. એટલે ભણે પણ ગણે નહિ એવો તે વેદીએ દોઢચતુર દોઢડહાપણ કરી, પોતે ભણેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયને પ્રયોગ કરવા લાગ્યું કે-રે રે મૂર્ખ ! આમ તું યુક્તિબાહ્ય-યુક્તિ વગરનું શું બકે છે? કારણ કે આ હાથી શું પામેલાને–પાસે આવેલાને હણે? કે નહિં પામેલાને હણે ? પામેલાને હણે એમ કહે તે તને જ હશે,-એમ જ્યાં તે હજુ પોતાનું સંભાષણ આગળ ચલાવે છે, ત્યાં તો હાથી પાસે આવી પહોંચે, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેડા. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારે એવો તે તે દર્શનમાં સ્થિત જીવ પણ કુતક-હસ્તીથી ગ્રહાયેલ હોય છે, તે સદ્ગુસ–મહાવતથી જ મૂકાવાય છે. આના જેવું બીજું રમૂજી દષ્ટાંત-કૃતાધારે પાત્ર ઉઠવા પાત્રાધાર વૃતમ્ ! ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે? એ પ્રયોગસિદ્ધ કરવા માટે વેદી પંડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢોળાઈ ગયું ! આમ સર્વત્ર જુદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વભાવવાળું સંવેદન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જુદો જ અવળે જ આશય ગ્રહણ કરવો, “એડનું ચોડ વેતરવું” તે જાતિપ્રાયતા છે, દૂષણભાસપ્રધાનતા છે. અને તે સંબંધી વિક૯પ કરવો તે પણ તદ્રુપ હોવાથી તેવા પ્રકારનો જાતિપ્રાય-દૂષણભાસપ્રધાન હોય છે. ‘નાત ટૂષurrમાસાઃ પક્ષાવિહૂર્ત ન ચૈ: ” તાત્પર્ય કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટે જ-ઊધે જ અર્થ પકડવો અને તેવો વિક્લપ કરવો તે જાતિ અથવા દૂષણભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેજી, એ તે વચન પ્રકાર...મન.”–શ્રી કે. દ. સઝાય. ૪-૧૨ તેમજ વળી– स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥ કૃત્તિઃ-૩માવોત્તપર્યન્ત gg:- આ કુતક પય તે સ્વભાવ ઉત્તરવાળા હોય છે, છેવટે “સ્વભાવ” એ જ તકને ઉત્તર હોય છે. અને અત્રે “વતુમાંવૈરાં વચ્ચે વસ્તુસ્વભાવો વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ રહે છે, પાણી ભીંજવે છે. એ એનો સ્વભાવ છે. બાવષિ-આ ભાવ ૫ણુ, તત્ત્વતઃ-તત્ત્વથી, પરમાર્થથી, -નાર્વાદ - અર્વાદગ્રેચર નથી, છાસ્થનો વિષય નથી; વાયા-ન્યાયથકી, પરપ્રસિદ્ધ એવા ન્યાયથી. કેવા પ્રકારનો હોઈને !
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy