SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દષ્ટિ : ધર્મને અપૂર્વ મહિમા, સમ્યફ આચારવિશુદ્ધિ (૫૨૩) ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે, નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ ભાવ વિના સહુ આલ'. આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા મેગીને અત્યંત આવિર્ભત થયો હોય છે, અત્યંત પ્રગટયો હોય છે, કારણ કે આ દૃષ્ટિવાળા સમ્યગ્ર દષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પરપરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂર્તિ મહાત્મા હોય છે. "धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो।। સેવા વિ « THસતિ, નર ઘ ચ મળો ” –શ્રી દશવૈકાલિક સૂત્ર, આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ * આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધર્મ જ્યારે ખરેખરા સ્વરૂપમાં આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે, છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામે જોવાની પણ તકલીફ લેતા નથી ! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવે પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહાત્માએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે–દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંયમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીર્યને સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ? * 'धर्मः श्री वशमंत्र एष परमो धर्मश्चः कल्पद्रुमो, धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो. ઘ રાતવાદ્ઘતાં શિવ છુawતૈ: » શ્રી પદ્મનદિપંચવિંશતિક.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy