SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : સુખમમ દેવ-રાદિનું પ્રમાદજીવન (૪૯). મૃતના મહાસાગરની મધ્યેથી બહાર નિકળ્યા હોય એમ તે દેવો તરત જ ક્ષણમાં નવયૌવનવાળા થાય છે. જેમ કેઈ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવે ઉપપાદશયામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તે પરમ રમણીય સ્વર્ગભૂમિ ને તેની વિપુલ ભેગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચક્તિ થઈ ચિંતવે છે–અહો ! મેં પૂર્વે અન્ય જનને દુર એવું તપ આચર્યું હતું, અને કવિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતું, મનઃશુદ્ધિથી દર્શન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગન્ના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં બાળી નાંખ્યું હતું, કામ વૈરીને હણ્યા હતા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યો હતો. આ બધે તેને પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવંદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યે છે.' “નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હો લાલ ગીત સાત ધાતુ વિણ દેહ, રૂપ સુખકર મુદા હો લાલ૦ રૂ૫૦ અતિ સુકમાલ શરીર, ચતુર પંડિતવરુ હે લાલ૦ ચતુર૦ દેષ કલેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હે લાલ૦ શાંત પુણ્ય ઉદે લહે સુખ, સદા મન ઊમહે હો લાલ૦ સદા દેવલોકની ભૂમિ સદા, સુખ ગુણ ગહે હો લાલ૦ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હો લાલ૦ કામ પૂરવકૃત તપ શીલ, ચરણ વર દાનના હે લાલ ચરણ૦ પિણ શિવસાધક માગ, એણ ગમે નહીં તે લાલ૦ એણ૦ એહ વિનાશી સુખ, દુઃખ ગિણજે સહી હે લાલ૦ દુઃખ૦ ” –શ્રી દેવચંદ્રજીત શ્રી જ્ઞાનાર્ણવ અનુવાદ, અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યદયથી સાંપડેલી સ્વર્ગસંપત્તિનો ઉપભેગી દે કરે છે. ત્યાં પંચવિષયના સુખે પગ સાધનની એટલી બધી વિપુલતા હોય છે, અને દેવો ભેગસાગરમાં એટલા બધા નિમગ્ન થઈ જાય છે–મશગુલ બની પ્રમાદમાં જાય છે, કે તે આડે તેઓને બીજું કાંઈ સૂઝતું નથી. રાતદિવસ જીવનવ્યય! કયાં જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી ! અરે ! અનેક સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક કયાં ચાલ્યું જાય છે તેનું પણ તેમને ભાન રહેતું નથી! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રોનું અનિમેષપણું ટાળે છે–ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે–અરે ! મહારે અંતકાળ હવે નજીકમાં છે. અરે રે ! મહારું આયુષ્ય મેં વિષયતલ્લીન બની પ્રમાદમાં ગુમાવ્યું: “આ સુરમ્ય સ્વર્ગભૂમિ! આ સર્વાંગસુંદર દેવાંગનાઓ ! આ પરમ પ્રણયી મિત્ર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy