SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય મુમુક્ષુને કુતર્ક નિવેશનું લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડે નાંખવા જેવું અયુક્ત હાસ્યાસ્પદ છે ! “મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહનું મનરૂપી વાંદરું તે યુક્તિરૂપી ગાયને પુંછડાથી ખેંચે છે !'—યુક્તિની ખેંચતાણ કરે છે ! આ તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તો માત્ર મોક્ષનો જ અભિલાષી હોય છે, આત્માર્થ સિવાય બીજી કઈ ઈચ્છા કે મનરેગ તેને હોતું નથી. “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” શ્રીમદ્ રાજચંદ્રજી અને આ કુતકને અભિનિવેશ તે મોક્ષ પ્રતિપક્ષી ને આત્માર્થ વિધી છેબાધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સબંધને ઈચ્છે છે, ને કુતર્ક તે બેધને રોગરૂપ થઈ પડી તેને હાસ અથવા દવંસ કરે છે. મુમુક્ષુ શમને–આત્મશાંતિને કુતર્ક સંતિમાને ઝંખે છે, ને કુતર્ક તે શમને અપાયરૂપ હોઈ હાનિ મુક્તિવિધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માર્ગનું પ્રથમ પગથીયું માની તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ને કુતક તે શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તે કાળા ધમો શાળા તવો” “આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ’ એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે ને કુતર્ક તે સ્વછંદપ્રધાન હોઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવને ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્કને કયારેય પણ કોઈ પણ પ્રકારની કંઈ પણ મળતી પણ આવતી નથી, બન્નેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અંધકાર જેવો પ્રગટ ભેદ છે, એ બન્નેને કેઈ કાળે મેળ ખાય એમ નથી. માટે સાચો મુમુક્ષુ હોય તે પિતાના ઈષ્ટ પ્રજનમાં વિજ્ઞકર્તા એવા કુતકને કેમ ગ્રહણ કરે વારુ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પશે, તે પછી તેમાં અભિનિવેશઆગ્રહરૂપ પકડ તે કેમ જ કરે? ખરેખર! સાચો મોક્ષાભિલાષી હોય, તે તે કુતકરૂપ અસદુગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતે હેઈ, તે કુતર્ક-ગ્રહણને ગ્રહવા ઇછે જ નહિં; કુતર્કગ્રહને ભૂત પિશાચરૂપ બલાને વળગાડ જાણતે હેઇ, તે બલાને વળગવા ઈચછે જ નહિં; કુતર્કગ્રહને ગ્રાહરૂપ-મગરરૂપ જાણતો હોઈ, તેનાથી ગ્રહાવા–તેના સકજામાં આવવા ઈચછે જ નહિ. તે તે તે કુતર્કબલાથી સદા દૂર જ ભાગે, કદી પણ તેમાં અભિનિવેશ કરે જ નહિં. અને એમ જ કરવું મુમુક્ષુને યુક્ત છે, કારણ કે યોગમાર્ગના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના યોગીજના હિત અર્થે મેહધકાર પ્રત્યે આ લાલબત્તીરૂપ વચન કહ્યું છે કે- તેવા તેવા પ્રકારે વાદી x અને પ્રતિવાદો કરતાં તત્ત્વનો અંત પમાતે x “वादश्च प्रतिवादाश्च वदन्तो निश्चितांस्तथा । તરવાજો નૈવ જજછત્તિ નિરવીરતૌ ” શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિંદુ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy