SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૦) યોગદષ્ટિસમુચ્ચય વિવિક્ત આત્માનો તે સર્વથી રહિત એ આ એક શાશ્વત લેક છે. એવા આ કેવલ ચૈિતન્ય લેકને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપરલેક કે પરલોક હારે નથી એમ જે ચિંતવે છે, તેને તે ઈહલોકભીતિ કે પરલોભીતિ કયાંથી હોય? આમ સતત નિ:શંક એવો જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉદિત-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના બલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ જનથી જે સ્વયં વેદાય છે, તે આ એક જ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ ક્યાંથી હોય? (૪) જે “સત્ ' છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તે પછી એનું બીજાઓથી શું ત્રાણ કરાયું છે? એટલા માટે એનું અત્રાણ એવું કંઈ નથી, તે પછી તે અત્રાણુ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? (૫) “સ્વ રૂપ” એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઈ પણ બીજે પ્રવેશવા શક્તા નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાન જ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિં. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? (૬) પ્રાણુના ઉચ્છેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ ઉચ્છદાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ હોય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ ક્યાંથી હોય? (૭) એક એવું જ્ઞાન અનાદિઅનંત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અત્રે બીજાને-દ્વિતીયને ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઈ અત્રે હોય નહિં. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? સતત નિશક એ જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગદષ્ટિ જ્ઞાની તે સદા પરમ નિર્ભય, પરમ નિઃશંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! પ્રત્યાહાર. “પપરિણામિકતા છે, જે તુજ પુદ્ગલ ભેગ હે મિત્ત ! જડ ચલ જગની એડને, ન ઘટે તુજને ભોગ હો મિત્ત!” –શ્રી દેવચંદ્રજી, સમ્યગદષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હોય છે, તેટલા માટે જ તેઓ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત્ વિષયવિકારમાં ઇંદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇંદ્રિયેને પ્રત્યાહત કરે છે–પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો સકળ જગતું ” વાળી સ્વચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પરંપરિકૃતિને વમી આત્મતે એઠવ” પરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે-હે આત્મન ! હે મિત્ર! જે તું પુદ્ગલગ કરે છે, તે પરપરિણતિપણું છે, * “સવિદ્દી નવા નિર્ણવદા હરિ નિદમથા તેની હત્તમ વાઘમુજી ના તહાં ટુ બસેરા || ”—શ્રી સમયસાર,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy