SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) ગદરિસમુચિય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણીને શો અપરાધ વારુ? વ્રત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તે પણ નિવોને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કોઈ ગળું દબાવે તે કેમ ખાઈ શકાય ? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસદુગ્રહરૂપ કે એ દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતો જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતું જ નથી. * ૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે આગમથી નિરપેક્ષ એ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કે બડો હોશિયાર છું, કે ડાહ્યો (દોઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું મહારા તર્કબળથી કેવી બેટી પાડું છું ! ઈત્યાદિ પ્રકારે તે પેટે ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતો નથી પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કેઝ “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસદુગ્રહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.” આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રોગ ઉપજાવનાર, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનાર, શ્રદ્ધાને ભાંગનારે, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – "शमारामानलबाला हिमानी ज्ञानपङ्कजे । શ્રદ્ધા રાન્ચે સ્પોટ્ટાણઃ કુતરું: યુનારા ” શ્રી યશોવિજયજીતકુ, દ્વા. દ્વા. ૨૩ અર્થાતુ-કુતક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળીઆરૂપ છે. અને આમ છે એટલા માટે જ આ કુતક ચિત્તને-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः । इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली । રાસ રોડ છે હીતા, તથાપિ મોવડુ ન વરાતિ સુદઃ ”—શ્રી અધ્યાત્મસાર. x “अधीत्य किंचिच्च निशम्य किंचिदसद्ग्रहात्पंडितमानिनो ये। મુર્ણ સુર્ય વિષમતુ પારો સીટાડ્યું તુ તેર્નાદે ”—શ્રી અધ્યાત્મસાર,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy