SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૦) યોગદષ્ટિસમુચય સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ થકી તત્વનો નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે સૂક્ષ્મ બોધ' કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ બેધનું કુશલપણું છે એ જ એનું સૂકમપણું છે અથવા કર્મ વજાન વિભેદ કરવામાં એનું તીક્ષણપણું છે એ જ એનું સૂફમપણું છે; અથવા અનંત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું એ જ એનું સૂક્ષ્મપણું છે. આમ અનેક પ્રકારે આ બેધનું સૂકમપણું ઘટે છે. (જુઓ . ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬) અત્રે વેધસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જ્યાં વેદ્ય-સંવેદનીય વસ્તુ વસ્તુ સ્થિતિ પ્રમાણે સંવેદાય છે તે વેધસંવેદ્યપદ છે. એટલે સ્ત્રી આદિ પદાર્થ જે અપાય આદિના કારણરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ શુદ્ધાતમ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ અનુભવ સદા પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ પ્રતીતિ–સમજણ–છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ–લૈ. ૭૦૭૫, વિવેચન પૃ. ર૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ લક્ષણવાળે એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આદેય છે–ગ્રહણ કરવા ગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે–ત્યજવા યોગ્ય છે, એ અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માને જે અનુભવ છે તે સ્વસમયને વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વતુગતે વસ્તુ અત્રે પ્રકાશે છે. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે પરવડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે— ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી. મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી આત્મા ભિન્ન છે, સદા ઉપયોગવંત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેની સમ્યફ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સંવેદન થાય છે. આવું જે સહજ આત્મસ્વરૂપપદ સમજ્યા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુઃખ પામ્યો હતો, તે આત્મસ્વરૂપ “પદ' શ્રી સદ્દગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગોચર થાય છે, સ્વસંવેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તે જ વેધસંવેદ્યપદ છે. સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહિ લ, દૂર થયું અજ્ઞાન.”– શ્રીમદ્ રાજચંદ્રજીપત શ્રી આત્મસિદ્ધિ અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેધસંવેદ્ય પદ છે તે જ ' શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે “પદ” છે, કારણ કે જ્યાં સ્થિરપણે પદ માંડી શકાય
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy