SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૬) ગદષ્ટિસમુચ્ચય બધગ શહાણ ને, શ્રદ્ધાભંગ મદકાર; કુતર્ક ભાવરિપુ ચિત્તને, પ્રગટ અનેક પ્રકાર. ૮૭. અર્થ –ષને રોગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને લંગરૂપ, અને અભિમાન કરનારે એ કુતર્ક વ્યક્તપણે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કે અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે. આ કુતક (૧) બોધ પ્રત્યે રોગ જે છે, (૨) શમને અપાયરૂપ–હાનિરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) અને અભિમાનને ઉપજાવનારે છે. આમ તે અનેક પ્રકારે ચિત્તનો ભાવશત્રુ-પરમાર્થરિપુ છે. ચિત્તને ભાવશત્રુ કુતક ૧. બોધગ–આ કુતર્ક ગ્રહ બેધ પ્રત્યે-સમ્યગ્ર જ્ઞાન પ્રત્યે રંગરૂપ છે, કારણ કે યથાવસ્થિત બેધને–સાચી સમજણને તે ઉપઘાત કરે છે. રોગ જેમ શરીરને હાનિ પહોંચાડે છે, નિર્બલ કરે છે, તેમ કુતક પણ યથાર્થ બેધને નુકશાન પહોંચાડી નબળો બનાવે છે. જેમ રોગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગોપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કૃશ થઈ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુંઠિત થવાથી બેધની શક્તિ ક્ષીણ થાય છે, બધ શિથિલ-કોલે–પિ બને છે, ને કૃશ થાય છે–દૂબળે પડી જાય છે. આમ કુતર્કથી બંધ “માં” પડે છે. એટલે માંદે માણસ જેમ ભારી રાક પચાવી શકતા નથી–જીરવી શકતો નથી, તેમ કુતર્કગ્રહરૂપ રોગ જેને લાગુ પડ્યો છે એવો કુતકી જીવ ઉત્તમ કૃતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતો નથી, ઊલટું તેનાથી તે તેને અપચોકુગ્રહવંત અજીર્ણ થાય છે! એટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે- જેને બોધ અપાત્ર અસદુગ્રહ નાશ પામ્યો નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું વખાણવા લાયક નથી,–જેમ ખેડખાંપણવાળાને મેટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય નથી તેમ. કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પિતાને અને ઘડાને નાશ કરે છે, તેમ અસદુગ્રહવંતને આપવામાં આવેલું કૃત તે બન્નેનો નાશ કરે છે. અસગ્રહથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતોપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તુરીને લેપ કરે છે ! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દષિતને તઃ કુતર્ક –આગમનિરપેક્ષ એવો એમ અર્થ છે. તે શું ? તે કે-જેત-ચિત્તને, અંતઃકરણને, ચવતંવ્યક્તપણે, -માવેશત્રુ:-ભાવશત્રુ, પરમાર્થરિપુ, અનેકવા-અનેક પ્રકારે,-આર્યના અપવાદ આદિ કારણવડે કરીને.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy