SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ મુમુક્ષને સર્વત્ર ગ્રહ અયુક્ત (૪૫) વિલખાપણું દૂર કરે છે. તે વાદ કથા ખમી શકતું નથી, અને માનભંગથી ઉષ્ણ એવા લાંબા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ-જવર લાગુ પડે છે– રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સહદે પ્રત્યે પણ તેના વચન વજ જેવા કઠોર નીકળે છે ! અને ખ અહંકારમાંથી ઉપજે છે, એ આ સર્વતંત્ર સિદ્ધાંત સર્વ તંત્રને સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર ! તસ્વપરીક્ષા કરે છે ! અર્થાત્ અહંકારજન્ય દુઃખને સાક્ષાત્ અનુભવ કરે છે!” ઈત્યાદિ પ્રકારે શુષ્ક તકવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનને હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પિતાને બડો હોશિયાર માને છે! તેને પિતાની બુદ્ધિનું–તર્કશક્તિનું ઘણું અભિમાન હોય છે. મેં કેવી ફક્કડ યુક્તિ લડાવી ફલાણાને છકડ મારી તેડી પાડ-હરાવ્યો, એ ફાકે રાખી તે અક્કડ રહે છે! આમ મહારૌદ્ર પરિણામવાળ શુષ્ક તર્કગ્રહ મિથ્યાભિમાનને હેતુ હેવાથી, આત્મહિતેષી મુમુક્ષુઓને સર્વથા ત્યાજ્ય જ છે. કારણ કે સાચા મુમુક્ષુઓને મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાને છે. તેઓને કેવળ એક આત્માર્થનું જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ બીજે મન-રોગ તેઓને હેતે નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કોઈપણ પ્રકારને આત્માર્થ સિદ્ધ થતું નથી, ઊલટો માનાથને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથી પણું? અને કયાં શુષ્ક તર્કવાદીનું મતાથી પણું-માનાથીપણું? “શ્રેય તે એક બાજુએ રહ્યા છે, તે વાદિષો અથવા વાદીરૂપ બળદીઆ બીજી બાજુએ વિચારી રહ્યા છે ! મુનિએ વાદવિવાદને કયાંય પણ મેક્ષ–ઉપાય કહ્યો નથી.” આમ વાદને અને મોક્ષને લાખ ગાઉનું અંતર છે, માટે માત્ર મોક્ષને અથી એ મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે? શુષ્ક તકગ્રહને કેમ ગહે? *"यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थनदूषिकत्रीनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः। गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ वादकां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्वपि वनीकरणवाक्यः॥ दुःखमहंकारप्रभवमित्ययं सर्वतंत्रसिद्धांतः। अथ च तमेवारूढस्तत्त्वएरीक्षा किल करोति ॥" શ્રી સિદ્ધસેન દિવાકરછક્ત દ્વા, દ્વા, ૮, ૧૫-૧૮ x“अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः। वाकूसंरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः॥ શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા–દ્વા, ૮-૭
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy