SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૦) ગખ્રિસશ્ચય સદ્દભાવવાળો ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દેષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સંભ ઉપજે છે. આવા સચિત્તનો નાશ કરનારા વિવાદનું સંતજનોને શું પ્રજન છે? કંઈ જ નહિં, કંઈ જ નહિ. न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ।। १४४ ।। યુક્તિ વિષય આ તત્વથી, નહિ-એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કથ્ય બુદ્ધિધન અત્ર-૧૪૪ અથ–અને આ સર્વજ્ઞરૂપ અર્થ તત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આવ્યો. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સમ્યક્ષણે નિશ્ચય થતું નથી. બુદ્ધિધન ભહરિએ કહ્યું છે – વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ ગિજ્ઞાન વિના જણાતું નથી, એટલે આ વિષયે અંધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. ત્યારે કઈ એમ કહે કે આપ એવું કેમ કહે છે ? અનુમાનથી-યુક્તિથી પણ અતીંદ્રિય તે કેમ ન જાણી શકાય? તેને અહીં જવાબ આપે છે કે-આ અર્થ યુક્તિને સર્વજ્ઞરૂપ અતીન્દ્રિય અર્થ તત્ત્વથી અનુમાન-યુક્તિનો વિષય નથી. અવિષય ગમે તેવા મહામતિમાન તાકિકની યુક્તિની ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તવ ગમ્ય થઈ શકતું નથી. કારણ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે–અગમ્ય છે, અને તકવાદ બુદ્ધિને વિષય હોઈ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં અતિની ગતિ કુતિ થતાં યુક્તિવાદ ભોઠો પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તે પણ અન્ય સામાન્ય અર્થને પણ અનુમાન થકી સમ્યપણે નિશ્ચય થતો નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતને પણ બરાબર નિર્ણય પ્રાપ્ત થતી નથી, તે પછી અતીન્દ્રિય અર્થનું તે પૂછવું જ શું? આના સમર્થનમાં અહીં મહામતિ ભતૃહરિનું વચન ટાંકયું છે. * શું કહ્યું છે? તે કહે છે – વૃત્તિ – જ્ઞાનમાનવિષયો અને અનુમાનનો વિષય નથી, યુક્તિગાચર નથી, ઘોડW—આ સર્વજ્ઞવિશેષ લક્ષણવાળ અર્થ, તરવરો મતઃ-તત્વથી માનવામાં આવેલ, પરમાર્થથી દષ્ટ, જાતો-અને આ અનુમાનથકી નથી હોતે, નિશ્ચય: સભ્ય-નિશ્ચય સમ્યફપણે, અન્યત્રાતિ-અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પણ આ ધોધનતે બુદ્ધિધન ભતૃહરિએ કહ્યું છે –
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy