SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષિસસુચય ગિગમ્ય—અને એવા તે અાગી ભગવાન ગીઓને-સમ્યગજ્ઞાનદષ્ટિવાળા પુરુષને જ ગમ્ય છે, પામી-જાણી શકાય એવા છે જેગી એટલે જેને સમ્યમ્ જ્ઞાનદષ્ટિ ઉઘડી છે એવા શ્રતજિન વગેરે સમજવા. પણ જે હજુ યેગી નથી થયા એવા યોગિગય અગી મિથ્યાદષ્ટિને તો તે ગમ્ય છે જ નહિ; કારણ કે એના સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે, બીજા સમયે ઉપજતી નથી, તો પછી એ જિનેશ્વરના સ્વરૂપને ઓળખવા-જાણવાની વાત તે ક્યાંય દૂર રહી. આમ સમ્યગદષ્ટિ યોગીઓને જ તે ગમ્ય હેઈ, “ગિગમ્ય” વિશેષણ કહ્યું. + એવા ભગવાન “વીર’ છે. આ અન્વર્થ નામ છે, એટલે કે “વીર’ શબ્દની વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાચા કે વીર' છે, કારણ કે તે વીર ભગવંત પરમ આત્મવીર્યથી વિરાજમાન છે; તપ વડે તેમણે કર્મનું વિદારણ વીર કર્યું છે, કષાય વગેરે અંતરંગ વૈરીઓ ઉપર વિજય મેળવ્યું છે, અને એવા પરમ પરાકમવંતને ઉત્તમ ગુણથી રીઝીને કેવલલક્ષ્મી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંત-આત્મપરાકમવંતના સમસ્ત લક્ષણ હોવાથી, ભગવંતને “વીર નામ બરાબર છાજે છે. કારણ કે “વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે. કામ વીર્ય વશે જિમ ભોગી, તિમ થયે આતમભોગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, જીત નગારૂ વાણું રે.”—શ્રી આનંદઘનજી. શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાયો.”–શ્રી દેવચંદ્રજી. " नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । ગતે યોનિનાથ મહાવીરાય તા િ.”—શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત શ્રીયોગશાસ્ત્ર, + વૃત્તિમાં પદે પદ વિવરીને તેનો યથાનક્રમે અવય સંબંધ બતાવવાની શ્રીમાન આ કથનશૈલી મનન કરવા જેવી છે, અને અભ્યાસી વિદ્યાથીને બહુ ઉપયોગી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ એકે એક અક્ષર તેલી તોલીને-માપી માપીને ચા છે, ઊંડા તત્વચિંતનપૂર્વક લખ્યો છે, તેને કાને માત્રા પણ સપ્રયોજન છે. એટલે આ કથનપદ્ધતિ લક્ષમાં રાખી ધીરજથી સ્વસ્થપણે–શાંતપણે જેમ જેમ આ સતશાસ્ત્રનો આશય “ચાવી ચાવીને’ વાંચવા-વિચારવામાં આવશે, તેમ તેમ અધિક આનંદ થશે, એવી સામાન્ય સૂચના છે. અને આ વૃત્તિને આશય પણ અત્રે પ્રત્યેક શ્લેકના વિવેચનના પ્રારંભે પ્રાયઃ પ્રથમ પારિગ્રાફમાં વણી દીધે છે અને પછી તે ઉપર સ્ફટ વિવેચન કર્યું છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy